- સાંતેજ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી
- સિક્યુરિટી ગાર્ડ પાણી ભરવા ગયા હોવાથી તેમના આવ્યા બાદ પ્રવેશવાનું કહેતા લાકડીથી માર માર્યો
સાંતેજ, બુધવાર
કલોલ તાલુકાના કારોલી ગામે આવેલી ફેક્ટરીમાં પ્રવેશવાને લઈને બે ઇસમો દ્વારા યુવક સાથે તકરાર કરીને એક ઈસમે લાકડીની ઝાપોટો યુવકને મારી દેતાં તેને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર આપવામાં આવી હતી. આ મામલે યુવકે સાંતેજ પોલીસ મથકે લાકડીથી માર મારનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.