- ગરબા રમવા આવતાં લોકોના આધારકાર્ડ કે ચૂંટણી કાર્ડની ચકાસણી બાદ જ પાસ આપવા
- ગ્રાઉન્ડ ઉપર હેલ્થ વોરિયર્સને સી.પી.આર ટ્રેનિંગ સાથે રાખવા
- સ્ક્રીન ઉપર સતત સી.પી.આર.નો વિડીયો પ્લે કરવો
ગાંધીનગર. સોમવાર
દરસાલ નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબામાં અસામાજિક તત્વો તેમજ વિધર્મીઓ દ્વારા યુવતીઓની કનટગત કરવામાં આવતી હોવાનું તેમજ લવ જેહાદના કિસ્સા પણ ચિંતાજનક રીતે વધતા હોવાનું ધ્યાને આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા પાર્ટી પ્લોટ ગરબાના આયોજકોને વિશેષ તકેદારીના પગલાં લેવા માટે અપીલ કરવામાં આવી છે. જેમાં ગ્રાઉન્ડમાં પ્રવેશ લેનાર વ્યક્તિનું આધારકાર્ડ તથા ચૂંટણી કાર્ડની ચકાસણી કરવાની અપીલ કરવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર