- ગુજરાતમાં 1000 જગ્યાએ 51 લાખ લોકોનું બ્લડ પ્રેશર તપાસવામાં આવશે
- આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નિર્ણય લેવાયો
ગાંધીનગર, મંગળવાર
રાજ્યમાં હાર્ટ એટેકના વધી રહેલા બનાવોને ધ્યાને લઈને આ વર્ષે ખાસ અભિયાન અંતર્ગત 10 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધીના સમયગાળામાં વિવિધ વિસ્તારોમાં જઈને બ્લડ પ્રેશર ચકાસવામાં આવશે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા 1000 સ્થળો પર આ ખાસ અભિયાનનું આયોજન કરીને 51 લાખથી વધુ લોકોના બ્લડ પ્રેશર ચકાસવામાં આવશે. યુવાનો ગરબાનો આનંદ નિશ્ચિત થઈને માણી શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર