- કેબિનેટની બેઠકમાં પીએમ મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓની પણ સમીક્ષા થઈ હોવાની શકયતા
- દર બુધવારે મળે છે કેબિનેટની બેઠક
ગાંધીનગર, બુધવાર
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી.કેબિનેટની બેઠકમાં કેબિનેટના મંત્રીઓની પણ ઉપસ્થિત રહ્યા છે. કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને બેઠકમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે., ગુજરાત વાઇબ્રન્ટ ઇન્વેસટમેન્ટ સમિટ અંતર્ગત દિલ્હી અને મુંબઈમાં બિઝનેસ ગ્રુપ સાથેની મુલાકાત, રોડ શો સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વાઈબ્રન્ટ સમિટના આગામી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા અંગે પણ મંત્રણા થઈ હતી. કેબિનેટની બેઠકમાં પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓની પણ સમીક્ષા થઈ હોવાની શકયતા છે. નોંધનીય છે કે પીએમ મોદી 31મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે. સાથે જ આરોગ્ય, ગૃહ વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના આગામી ઠરાવો પર ચર્ચા થઈ હોવાની પણ શક્યતાઓ છે