District

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઢોરવાડાઓ અને દબાણો દુર કરવામાં આવ્યા

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઢોરવાડાઓ અને દબાણો દુર કરવામાં આવ્યા

- કુલ ૧૦ ઢોરવાડા અને અંદાજે ૪૦ જેટલા પશુઓને હટાવવામાં આવ્યા
- વિડિયો રેકોર્ડિંગ માટે કેમેરા પર્સન, જરૂરી અન્ય મશીનરી સાથે કામગીરી કરવામાં આવી 

ગાંધીનગર, સોમવાર 

    ગાંધીનગર શહેરમાં ઘણા સમયથી ગેરકાયદેસર રીતે દબાણ કરીને ઢોરવાડા ઊભા કરનારા ઇસમો સામે મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજ રોજ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.  મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા સીએનસીડી શાખા દ્વારા ડ્રાઇવ ચલાવી સરકારી જમીન પર થયેલા ઢોરવાડાના દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  

  કુલ ૧૦ ઢોરવાડા અને અંદાજે ૪૦ જેટલા પશુઓને હટાવવામાં આવ્યા. જેમાં સેક્ટર ૦૫ માંથી ૦૨ ઢોરવાડા અને અંદાજે ૦૬  જેટલા પશુઓ હટાવવામાં આવ્યા હતા. સેકટર ૧૨માંથી ૦૧ ઢોરવાડો અને અંદાજે ૦૯ જેટલા પશુઓ હટાવવામાં આવ્યા હતા. તેમજ ગુડા ઓફિસથી ગ-૦ સુધી ૦૭ ઢોરવાડા અને અંદાજે ૨૫ જેટલા પશુઓ હટાવવામાં આવ્યા. આ ઢોરવાડાઓ દુર કરવામાં આવતા શહેરીજનોને ગંદકી અને ઢોરના ત્રાસથી મુક્ત કરવામાં અસરકારતા જોવા મળી છે અને કેટલાક પશુ માલિકો ઢોર-ઢાંખર સાથે અન્ય વિસ્તારમાં સ્થળાંતરીત થયા છે. આ સમગ્ર ઝુંબેશ દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકાની સીએનસીડી શાખા તથા એસ્ટેટ શાખાની બે-બે ટીમ, એસઆરપીએફના હથિયારધારી જવાનો, લેડીઝ અને જેન્ટ્સ કોન્સ્ટેબલ સહિત એક પીસીઆર વાન, વિડિયો રેકોર્ડિંગ માટે કેમેરા પર્સન, જેસીબી તથા જરૂરી અન્ય મશીનરી સાથે કામગીરી કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઢોરવાડાઓ અને દબાણો દુર કરવામાં આવ્યા