District

પોલીસતંત્રને પડકાર : ગાંધીનગરના સેક્ટર- ૬ ખાતે આવેલ બસ ડેપોના પાર્કિંગમાંથી પોલીસનું બાઇક ચોરાયું

પોલીસતંત્રને પડકાર : ગાંધીનગરના સેક્ટર- ૬ ખાતે આવેલ બસ ડેપોના પાર્કિંગમાંથી પોલીસનું બાઇક ચોરાયું

- અમદાવાદમાં ફરજ બજાવતા એ.એસ.આઇએ ડેપોના પાર્કિંગમાં બાઇક પાર્ક કર્યું હતું 
- સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ દાખલ કરાવી

ગાંધીનગર, મંગળવાર  

  પોલીસતંત્રને તસ્કરોએ જાહેરમાં પડકાર ફેંક્યો હોય એવી ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ બાઇકને ઉઠાવી લીધું હતું. અમદાવાદમાં ફરજ બજાવતા એ.એસ.આઇનું સેક્ટર- ૬ ખાતે આવેલ યોગી બસ ડેપોના પાર્કિંગમાં પાર્ક કરેલુ બાઇક ચોરાઈ જતાં પોલીસે ખાનગી રીતે તપાસ હાથ ધરી હતી. જોકે, બાઇક કે તસ્કરોનો કોઇ પત્તો મળવા પામ્યો નહોતો. અંત આ અંગે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ દાખલ કરાવી છે. 

  પ્રાપ્ત વિગત અનુસાર ગાંધીનગરના વાસણ મહાદેવ ગામે રહેતા મુકેશસિંહ રણજીતસિંહ પ્રતાપસિંહ વાઘેલા અમદાવાદ જીલ્લાના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવે છે. દરમિયાન તેઓ મોટર સાયકલ લઇ ઘરેથી ગાંધીનગર આવ્યા હતા. મોટર સાયકલ સેક્ટર- ૬ ખાતે આવેલ યોગી બસ ડેપોના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું. જે બાદ બસમાં સવાર થઈને નોકરી ઉપર ગયા હતા. જે બાદ રાત્રીએ પરત ઘરે જવા માટે યોગી બસ ડેપોના પાર્કિંગમાં પાર્ક મોટર સાયકલ લેવા માટે આવતા મોટર સાયકલ પાર્ક કરેલી જગ્યાએ જણાયેલ નહી જેથી આજુબાજુમાં પુછપરછ અને મોટર સાયકલની શોધખોળ કરતાં મોટર સાઇકલ મળી આવ્યું ન હતું. તેથી અંતે ચોરી થઈ હોવાની અજાણ્યા ઈસમ સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ આદરી છે. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

પોલીસતંત્રને પડકાર : ગાંધીનગરના સેક્ટર- ૬ ખાતે આવેલ બસ ડેપોના પાર્કિંગમાંથી પોલીસનું બાઇક ચોરાયું