District

દહેગામના હરસોલી ગામમાં પૈસા આપવા બાબતે માથાકૂટ : બે ભાઈ ઘાયલ

દહેગામના હરસોલી ગામમાં પૈસા આપવા બાબતે માથાકૂટ : બે ભાઈ ઘાયલ

- યુવાને કામ પૂરું ન કર્યું હોવાથી પૂરા પૈસા આપવાની ના કહેતા મામલો બીચક્યો 
- દહેગામ પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી 

દહેગામ, શનિવાર 

  દહેગામના હરસોલી ગામના ઈન્દિરાનગર વિસ્તારમાં પૈસા આપવા બાબતે માથાકૂટ થઈ હોવાની ઘટના સામે આવી છે જ્યાં કામ પૂરું કર્યા વિના કામના પૈસા માંગતા યુવાને કામ પૂરું ન કર્યું હોવાથી પૂરા પૈસા આપવાની ના કહેતા મામલો બીચક્યો હતો. શખ્સ અન્ય ઇસમો સાથે આવી યુવાન અને તેના ભાઈને માર માર્યો હતો. ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોચ્યો છે. આ અંગે દહેગામ પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી છે. 

Embed Instagram Post Code Generator

  દહેગામના હરસોલી ગામના ઈન્દિરાનગર વિસ્તારમાં રહેતા હાલુસિંહ અમરસિંહ ઝાલા ગઈ કાલે ગામની દુકાનેથી પરત ઘરે આવતા હતા ત્યારે આંગણવાડી આગળ તેમના મોટા ભાઈ માનસિંહ અમરસિંહ ઝાલા સાથે ગામના ભરતસિંહ હિમતર્સિંહ ડાભી, પ્રતાપસિંહ હિમતસિંહ ડાભી, રાજેન્દ્રસિંહ  લાલસિંહ ચૌહાણ ઝગડો કરી માનસિંહને ગાળો બોલીને ગડદાપાટુનો માર મારતા હોવાથી તેઓ ભાઈને છોડાવવા માટે વચ્ચે પડતા ભરતસિંહ હિમતસિંહ ડાભીએ  ઈટ વડે હાથના કાંડા પર મારતા હાલુંસિંહ નીચે પડી ગયા હતા. માનસિંહ અમરસિંહ ઝાલાને પણ માથાના ભાગે ઈંટ મારતા તેઓ પણ નીચે પડી ગયા હતા. બનાવને પગલે બુમાબુમ કરતા ઉપરોક્ત ત્રણેય બંને ભાઈઓને  જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્યાથી જતા રહ્યા હતા. ફરિયાદી ઝઘડાનું કારણ પૂછતાં માનસિંહે જણાવ્યું હતું કે રાજેન્દ્રસિંહે તેમની સાથે ખેતરમાં જાળ વાઢી હતી અને મજુરીના પૈસા માંગતા તેને પુરી જાળ વાઢેલ ન હોવાથી પુરા પૈસા આપવાની ના પાડતા રાજૈદ્રસિંહનું  ઉપરાણું લઈને ભરતસિંહ હિમતર્સિંહ ડાભી તથા પ્રતાપસિંહ હિમતસિંહ ડાભીએ તેમની સાથે ઝઘડો કરીને હુમલો કર્યો હતો. જે બાદ 108 મારફતે બંને ઇજાગ્રસ્તોને દહેગામ સરકારી દવાખાને અને ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જે સમગ્ર મામલે ભરતસિંહ હિમતર્સિંહ ડાભી, પ્રતાપસિંહ હિમતસિંહ ડાભી, રાજેન્દ્રસિંહ  લાલસિંહ ચૌહાણ વિરુદ્ધ દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. (તસવીર પ્રતીકાત્મક છે)ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો