District

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજથી સ્વચ્છતા એ જ સેવા ઝુંબેશનો આરંભ : આજે ગ્રામ્ય વિસ્તારના ૨૮૫ બસ સ્ટેશનોની સફાઇ કરાશે 

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજથી સ્વચ્છતા એ જ સેવા ઝુંબેશનો આરંભ : આજે ગ્રામ્ય વિસ્તારના ૨૮૫ બસ સ્ટેશનોની સફાઇ કરાશે 

- બે માસની સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૫ રેલ્વે સ્ટેશન, ૧૪ પ્રવાસન સ્થળ, અને ૧૬૬ સામૂહિક શૌચાલયની સફાઇ કરવામાં આવશે
- સફાઇ ઝુંબેશ અંતર્ગત જિલ્લાની અડાલજ અને સાંપા ઐતિહાસિક વાવની પણ સફાઇ કરવાનું સુચારું આયોજન 

ગાંધીનગર, શનિવાર

  સ્વચ્છતા એ જ સેવા ઝુંબેશ સમગ્ર રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં બે માસ સુધી ચાલનાર છે. સ્વચ્છતા ઝુંબેશનો ગાંધીનગર જિલ્લામાં આરંભ તા. ૧૫મી ઓકટોબરથી થનાર છે. તા. ૧૫મી ઓકટોબરના રોજ ગાંધીનગર જિલ્લાના તમામ ગામોના કુલ- ૨૮૫ જેટલા બસ સ્ટેશન સફાઇ કરવામાં આવશે. 

 ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી.કે.પટેલે જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સફાઇ ઝુંબેશનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. આ બે માસની ઝુંબેશ દરમ્યાન જુદી જુદી થીમ ઉપર દર રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. તેમજ દરેક સફાઇ કામના સુચારું આયોજન માટે નોડલ અધિકારીઓની પણ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ નિમણુંક કરવામાં આવ્યા છે. આઠ સપ્તાહ સુઘી ચાલનારી આ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તા. ૧૫મી ઓકટોબરના રોજ ૨૮૫ બસ સ્ટેશનોની સફાઇ કરવામાં આવશે. જેમાં ગાંધીનગર તાલુકાના ૫૮, માણસા તાલુકાના ૭૯, કલોલ તાલુકાના ૫૬ અને દહેગામ તાલુકાના ૯૩ બસ સ્ટેશનોની સ્વચ્છતા કરવામાં આવશે. બે માસ સુઘીમાં આ અભિયાન અંતર્ગત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવતાં ડભોડા, સઇજ, પાનસર, રખિયાલ અને જાલીયામઠ મળી કુલ- ૫ રેલ્વે સ્ટેશનની પણ સફાઇ કરવામાં આવશે. તેની સાથે અડાલજ અને સાંપાની ઐતિહાસિક વાવની પણ સાફ – સફાઇ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવતાં ૧૪ મુખ્ય પ્રવાસન સ્થળોની સફાઇ કરવામાં આવશે. જેમાં ગાંધીનગર તાલુકાના – ૬, માણસા તાલુકાના – ૩, કલોલ તાલુકાના ૪ અને દહેગામ તાલુકાના ૧ પ્રવાસન સ્થળની સફાઇ કરવાનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ૪ પ્રતિમાની સફાઇ થશે. તેની સાથે સાથે બે માસ દરમ્યાન ચારેય તાલુકાના ૧૬૬ સામુહિક શૌચાલયની સફાઇ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજથી સ્વચ્છતા એ જ સેવા ઝુંબેશનો આરંભ : આજે ગ્રામ્ય વિસ્તારના ૨૮૫ બસ સ્ટેશનોની સફાઇ કરાશે