District

વૈષ્ણવદેવી પોલીસ ચોકી પાસેથી ટીઆરબી જવાનનું બાઇક ચોરી થતાં ખળભળાટ
 

વૈષ્ણવદેવી પોલીસ ચોકી પાસેથી ટીઆરબી જવાનનું બાઇક ચોરી થતાં ખળભળાટ
 

- ટીઆરબી જવાને અડાલજ પોલીસ મથકમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ 

ગાંધીનગર, શનિવાર 

  ગાંધીનગર શહેરમાં વાહન ચોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે.તેની ઉપર સદંતર અંકુશ મેળવવામાં પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તેનો પુરાવો શહેરમાં પ્રતિદિન પોલીસ ચોપડે નોંધાતા વાહન ચોરીના ગુનાઓ છે.  તેવામાં ગાંધીનગરના વૈષ્ણવદેવી પોલીસ ચોકી પાસે બાઈક મૂકીને ટ્રાફિક નિયમન કરાવતાં ટીઆરબી જવાનનું બાઈક ચોરાયું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ચોરીની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  મળતી માહિતી અનુસાર ગાંધીનગરના વાસણીયા મહાદેવ ગામે રહેતો કૌશિક સુરેશભાઈ પરમાર ટીઆરબીમા છેલ્લા પાંચેક વર્ષથી નોકરી કરે છે. જેનો પોઇન્ટ વૈષ્ણાવદેવી સર્કલ ખાતે હતો. ટીઆરબી જવાન બાઈક લઈને પોતાની નોકરીએ ગયો હતો અને બાઇક વૈષ્ણવદેવી સર્કલના બ્રિજ નીચે પોલીસ ચોકીની બાજુમા મૂકી ટ્રાફીક નિયમનની કામગીરીમાં લાગી ગયો હતો.બાદમાં રાતના નોકરીનો સમય પૂર્ણ થતાં તે પોતાનું બાઇક લેવા માટે ગયો હતો, ત્યારે બાઇક ગાયબ હતું. આથી તેણે આસપાસના લોકોને પૂછતાંછ કરી બાઈકની શોધખોળ પણ કરી હતી. પરંતુ બાઈકનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. બાદમાં ટીઆરબી જવાને અડાલજ પોલીસ મથકમાં પોલીસ ચોકી પાસેથી બાઈક ચોરાઈ ગયાની ફરિયાદ નોંધાઈ હતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

વૈષ્ણવદેવી પોલીસ ચોકી પાસેથી ટીઆરબી જવાનનું બાઇક ચોરી થતાં ખળભળાટ