- દહેગામથી શરૂ કરવામાં આવનાર આ પ્રોજેક્ટનો વિરોધ
- વિજ વિભાગ સામાન્ય દિવસોમાં પણ યોગ્ય રીતે વિજળી પૂરી પાડતું નથી
- રોજમદારો અને ગરીબ પ્રજા કઈ રીતે એડવાન્સમાં વિજ પેમેન્ટ કરી શકશે ?
સરકાર સુવિધા આપવા માંગે છે કે પરેશાન કરવા ? : દહેગામમાં પ્રિ - પેઇડ વિજ મીટરને લઈને લોકોમાં કચવાટ, વિરોધ થવાની શક્યતા
- દહેગામથી શરૂ કરવામાં આવનાર આ પ્રોજેક્ટનો વિરોધ
- વિજ વિભાગ સામાન્ય દિવસોમાં પણ યોગ્ય રીતે વિજળી પૂરી પાડતું નથી
- રોજમદારો અને ગરીબ પ્રજા કઈ રીતે એડવાન્સમાં વિજ પેમેન્ટ કરી શકશે ?
વિકાસના નામે સરકાર હવે પ્રજા પરેશાન થાય તેવા નિર્ણયો લેતી જોવા મળી રહી છે. આ કામ ઉત્તર ગુજરાત વીજ કંપની ઘ્વારા ભલે કરવામાં આવનાર છે પરંતુ આમાં સરકારની સહમતી ના હોય તેવું કોઈના ગળે ઉતરે તેમ નથી. વીજ કંપનીના સારા કાર્યોની વાહવાહી લેતી સરકાર પણ આમાં અંધારામાં હોય તેમ નથી. રાજ્યભરમાં વીજ ધાંધિયા નવી વાત નથી ત્યારે હવે તંત્ર દ્વારા પ્રિપેઈડ વીજ મીટર નાખવાની તજવીજ શરૂ કરવામાં આવી છે અને આ પ્રોજેક્ટનો પ્રારંભ દહેગામથી કરવામાં આવનાર હોવાની વિગતો સામે આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જે મોબાઇલમાં પ્રિપેઈડ રિચાર્જ થાય છે તે રીતે વિજળી માટે પણ એડવાન્સમાં ચુકવણું કરવું પડશે. જોકે આ પ્રોજેક્ટ સામાન્ય અને ગરીબ પ્રજાની માટે ધડ માથા વગરનું આયોજન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે પ્રજાજનો રોજ કમાઈ ખાય છે તેમની મુશ્કેલીઓમાં વધારો થશે.
વિકાસના નામે સરકાર પ્રજાને પરેશાન કરી રહી છે. એડવાન્સ થવાની લ્હાયમાં સામાન્ય પ્રજાની કમર તોડવાની વૃદ્ધિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમ મોબાઇલનું પ્રિ - પેઈડ રિચાર્જ કરવામાં આવે છે, તે રીતે વીજળી માટે પણ પ્રિ - પેઈડ રિચાર્જ કરવાનો પ્રોજેક્ટ ઉત્તર ગુજરાત વીજ કંપની ઘ્વારા હાથ ધરવામાં આવ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત ઉત્તર ગુજરાત ડિવિઝનના દહેગામથી કરવામાં આવશે. દહેગામમાં રહેતી વસ્તી ધનાઢ્ય નથી. અડધો અડધ વસ્તી એવી છે કે જે રોજે રોજનું કમાય છે અને રોજે રોજનું ખાય છે. આ લોકો વીજળીના એડવાન્સ પેમેન્ટ કેવી રીતે કરી શકશે તે સૌથી મોટો પ્રશ્ન છે. આ ઉપરાંત તમે કરેલા એડવાન્સ પેમેન્ટની વીજળી તમે વાપરી કે તરત જ તમારો વિજ પુરવઠો સ્થગિત કરી દેવામાં આવશે. અડધી રાત્રે પણ વીજ પુરવઠો સ્થગિત કરી દેવામાં આવે તેવી પણ સ્થિતિ ઊભી થઈ શકે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ સામાન્ય પ્રજાના ખિસ્સાને પોસાય તેવી જ સ્થિતિ ન હોવા છતાં પણ સરકાર દ્વારા આ પ્રોજેક્ટ લોકોના માથે થોપવામાં આવી રહ્યો છે.
ખેડૂતોથી લઈને મજુર વર્ગ અને મધ્યમ વર્ગ માટે એડવાન્સ પેમેન્ટ ઉપર વીજળી ખરીદવી મુશ્કેલ છે. આમ પણ મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે, સરકાર વધુ એક તકલીફ પ્રજાને આપવાની તૈયારી કરી રહી છે. પાયલોટ પ્રોજેક્ટની વાત કરીએ તો ઉત્તર ગુજરાત વીજ કંપનીના સાબરમતી ડિવિઝનમાં આવતા 40 સબસ્ટેશનમાંથી દહેગામ ટાઉનની પસંદગી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દહેગામ ટાઉનમાં 10 વીજ મિટર બદલવામાં આવશે. જેનો પ્રારંભ ડિસેમ્બર મહિનાથી કરવામાં આવનાર છે.
તંત્રએ આ પ્રોજેક્ટ દહેગામના બદલે નવા ડેવલોપ વિસ્તારમાં કારવો જોઈએ
ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં 40 જેટલા સબ સ્ટેશનનો સમાવેશ થાય છે. આમાં દહેગામ વિસ્તાર એવો છે કે જ્યાં 30 ટકા લોકો માંડ પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પરિવારો માટે એડવાન્સ નાણાં ચૂકવા મોટો પડકાર છે. તો વીજ કંપનીએ આ પ્રોજેક્ટ દહેગામના બદલે ગાંધીનગરના નવા ડેવલોપ વિસ્તારના સબસ્ટેશનમાં કરવો જોઈએ. કારણ કે આ વિસ્તારમાં મોટાભાગના વીજ ગ્રાહકો એડવાન્સ નાણાં ભરવા સક્ષમ છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો