- પોલીસે કુલ 4900 નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
- પોલીસ દ્વારા રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ કરી દારૂની બદી દૂર કરવા વધુ પ્રયાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની
ગાંધીનગર, મંગળવાર
જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે. જિલ્લાભરમાંથી દારૂની દુષણ ડામવા પોલીસે કમર કસી છે ત્યારે અડાલજ પોલીસે ઉવારસદ ગામમાં ઘરમાં છુપાવાયેલો 245 લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો. જીલ્લાભરમાં દારૂનું દુષણ વધ્યું છે ત્યારે પોલીસ દ્વારા રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ કરી દારૂની બદી દૂર કરવા વધુ પ્રયાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.