- ગેસના બે બાટલા, સિંગતેલનો ડબ્બો સહિત ૭૫૦૦ના મુદ્દામાલ ચોરી થયો
- દહેગામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે ચોરીની ફરિયાદ નોંધાવી
દહેગામ, બુધવાર
દહેગામના મોટી પાવઠી ગામે રહેતા આંગણવાડી કાર્યકર બે દિવસ પહેલા આંગણવાડી બંધ કરીને નિત્યક્રમ અનુસાર ઘરે ગયા હતા દરમિયાન રાત્રીનો લાભ લઈને તસ્કરોએ આંગણવાડીમાંથી ચોરી કરી હતી. આંગણવાડીના દરવાજાનું લોક તોડી તસ્કરે પ્રવેશ કર્યો હતો જે બાદ ગેસના બે બાટલા, સિંગતેલનો ડબ્બો સહિત ૭૫૦૦ના મુદ્દમાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જ્યારે બીજા દિવસે ચોરીની ઘટનાની જાણ થતાં ગામના લોકો આંગણવાડી ખાતે દોડી ગયા હતા અને આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.