District

ગાંધીનગરની ડભોડા એચ. એમ વિધામંદિર શાળા સ્વચ્છાગ્રહીઓ માટે બની પ્રેરણારૂપ : જ્યાં સ્વચ્છતા વિદ્યાર્થીઓનો નિત્યક્રમ બન્યો છે

- શાળામાં વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકો પણ શાળા પરિસરને સ્વચ્છ રાખવા હંમેશા રહે છે તત્પર
- સ્વચ્છતાનો પર્યાય બનેલી આ શાળાને રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨માં અપાયો છે ‘સ્વચ્છ શાળા’નો પુરસ્કાર

ગાંધીનગર, સોમવાર

Embed Instagram Post Code Generator

  સ્વચ્છતા અભિયાન એક જન આંદોલન બની ગયું છે ત્યારે ગાંધીનગરના ડભોડા ગામના શ્રી એચ. એમ. વિદ્યામંદિરમાં દેશની આવનારી પેઢી એવા બાળકોને શાળા કક્ષાએથી જ સ્વચ્છતાના પાઠ શીખવવામાં આવી રહ્યા છે. શાળાના શિક્ષકો અને વાલીઓના ખાસ સહયોગથી શાળામાં અભ્યાસ કરતાં દરેક બાળકો સ્વચ્છતા બાબતે સજાગ બન્યા છે. શાળામાં દરેક ધોરણના વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા મુજબ સફાઇ કરે છે. શાળાના વિદ્યાર્થીઓ પ્લાસ્ટિક કચરાને અલગ જ એકત્રિત કરે છે. જેનો દર બે દિવસે ગાર્બેજ વાન દ્વારા નિકાલ કરવામાં આવે છે. કાગળ, ઝાડના પાન, ડાળી પાંખડા વગેરેના કચરાને કંપોસ્ટ કરીને શાળા પરિસરના વૃક્ષોમાં જ ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. શાળામાં ગંદકી ન ફેલાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. શાળાની પાણીની પરબના વધારાના પાણીને વૃક્ષો સુધી લઈ જવા માટે ખાસ નીકો બનાવી છે. આમ કરવાથી પાણીનો સદુપયોગ થાય છે, ગંદકી થતી નથી અને વૃક્ષોને પાણી પણ મળી રહે છે.

શાળાના આચાર્ય વિનોદકુમાર પાંડે સ્વચ્છતા બાબતે શાળાએ મેળવેલી સફળતા અંગે જણાવતા કહે છે કે શાળામાં નિયમિતપણે સફાઇ તો થાય જ છે પણ સાથે વિદ્યાર્થીઓને આ માટે સજાગ પણ કરવામાં આવે છે. તેઓ વધુમાં જણાવે છે કે શાળા હોય કે ઘર સ્વચ્છતા રાખવી એ સૌની જવાબદારી છે. સૌના સહયોગથી જ સ્વચ્છતા અને હરિયાળી એ એમની શાળાની ઓળખ બની છે. શાળા પરિસરની નિર્મળતા મુલાકાતે આવનાર દરેકને શાંતિ પમાડે છે. સરકાર દ્વારા શાળાની સ્વચ્છતા બાબતની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઈને વર્ષ ૨૦૨૨માં ‘સ્વચ્છ શાળા’નો પુરસ્કાર અપાયો છે.

  શાળાના વિદ્યાર્થી હિતેશ રબારી પોતાની શાળાની સ્વચ્છતા બાબતે ગર્વ લેતા જણાવે છે કે શાળાના કોઈ ખૂણે પ્લાસ્ટિક જોવા નહીં મળે. આ માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સફાઇકર્મીઓએ સાથે મળીને કામ કર્યું છે. સ્વચ્છતા માટે શિક્ષકો દ્વારા અપાતાં પાઠ અંગે જણાવતા શાળાની વિદ્યાર્થિની માહી સોલંકી જણાવે છે કે શિક્ષકો દ્વારા સ્વચ્છતા બાબતે નિરંતર શિક્ષણ અપાય છે. તેઓ વધુમાં જણાવે છે કે શિક્ષકો દ્વારા ગંદકી અને તેને લીધે ઊભા થતાં સ્વાસ્થ્ય જોખમો વિશે પણ જણાવવામાં આવે છે. શ્રી એચ. એમ. વિદ્યામંદિર દ્વારા શાળા ઉપરાંત ડભોડા ગામને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા રેલી, સમૂહ ગ્રામ સફાઇ તેમજ જાગૃતિ માટેના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૪માં કરેલું સ્વચ્છતાનું આહ્વાન આજે લોકહૃદય સુધી પહોંચ્યું છે. લોકો અને સ્વૈછિક સંગઠનો ખુદ આગળ આવીને અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે. ડભોડાની પ્રાથમિક શાળા પણ અન્ય શાળાઓ અને જનસમૂહ માટે સ્વચ્છાગ્રહની મિશાલ બની રહેશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો