- રોડની સાઈડમાં બાઈક સ્ટેન્ડ કરીને બેઠેલો યુવક એકાએક ઢળી પડ્યો
- હાર્ટ એટેકથી મોત થયું કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી
દહેગામ, ગુરૂવાર
દહેગામ - નરોડા હાઇવે ઉપર આજે બાઇક પાર્ક કરીને બાઈક પાસે બેઠેલો એક યુવક એકાએક ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને મૃતદેહનો કબજો લઈને તેને પીએમ માટે મોકલી આપ્યો હતો. હજુ સુધી આ યુવક કોણ છે અને તેનું મૃત્યુ કયા કારણોસર થયું તે સ્પષ્ટ થઈ શક્યું નથી.