- ગળાના અને દાઢીના ભાગે બ્લેડના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા
- કલોલ શહેર પોલીસ દ્વારા હુમલો કરનાર દેરાણી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો
કલોલ, મંગળવાર
કલોલમાં આરસોડિયા રોડ ઉપર રહેતાં પરિવારમાં દેરાણી જેઠાણી વચ્ચે અગાઉ કચરા બાબતે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને ગતરોજ દેરાણીએ ઝઘડો કરીને જેઠાણી ઉપર બ્લેડથી હીચકારો હુમલો કરતા ચકચાર મચી છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આ મામલે કલોલ શહેર પોલીસ દ્વારા હુમલો કરનાર દેરાણી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર