- વેપારીએ પોતાની જાતે બ્લેડ મારીને લૂંટનું નાટક રચ્યું
- પોલીસ તપાસમાં સમગ્ર ભાંડો ફૂટ્યો : લૂંટમાં વેપારી જ આરોપી
ગાંધીનગરમા વેપારીની કારને આંતરી બાઈકર્સ ગેંગે બ્લેડનાં ઘા ઝીંકી રૂ. 2.53 લાખની લૂંટ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી પણ હવે લૂંટ પ્રકરણમાં નવો જ વળાંક સામે આવ્યો છે. વેપારીએ જાતે જ બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કરી લૂંટનું નાટક રચ્યું હતું.પણ પોલીસની ટીમે આ મામલે તપાસ હાથ ધરી હતી એમા પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. લૂંટનું તરકટ રચ્યું હોવાનું સ્પષ્ટ બનતા પોલીસે પણ હાશકારો અનુભવ્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
મળતી માહિતી મુજબ ગાંધીનગરના કુડાસણ ખાતે રહેતા કમલેશભાઈ ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ ધંધાર્થે અમદાવાદ ગાડી લઈને ગયા હતા.જ્યાંથી ઉઘરાણીના રૂ. 2 લાખ 18 હજાર લઈને ઈન્દીરાબ્રીજ થઈ કોબા સર્કલ પસાર કરી પીડીપીયુ ભાઈજીપુરા ચાર રસ્તા આવ્યા હતા. ત્યારે કુડાસણ પાટીયા ખાતે બે બાઇક ઉપર આવેલા ત્રણ લૂંટારૃઓએ ગાડી ઉભી રખાવી ઝગડો કરી બ્લેડ વડે હૂમલો કર્યો હતો. બાદમાં લૂંટારુઓ કારમાંથી રૂ. 2.53 લાખ રોકડા લૂંટીને બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ ફરિયાદના આધારે ઈન્ફોસિટી પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી. ઈન્ફોસિટી પોલીસે લાલ આંખ કરતાં વેપારીએ જાતે જ લૂંટનું તરકટ રચ્યું હતું. વાસ્તવમાં કમલેશની લૂંટની ફરીયાદના પાંચેક દિવસ અગાઉ તેનો આધેડ વયનો ભાઈ ગુમ થઈ ગયો હતો. જે મામલે તેણે ગુમ થયાની અરજી પણ હતી. જેનાં ડિપ્રેશનમાં આવીને કમલેશે જાતે જ હાથે અને ગળાના ભાગે બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ કમલેશ એપોલો હોસ્પિટલમાં દાખલ છે. આ તરકટ રચ્યાની કબૂલાત આપતા પોલીસે ફરિયાદીને જ આરોપી બનાવી કાનૂની કાર્યવાહી શરૂ કરી આ મામલામાં કોણ-કોણ સામેલ છે તેની તપાસ શરૂ કરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો