District

દહેગામ અને ચિલોડામાં જી.ઇ.બી.ના મીટર રીડિંગ કરવાના બહાને ઘરફોડ ચોરી કરતો ઈસમ ઝડપાયો

દહેગામ અને ચિલોડામાં જી.ઇ.બી.ના મીટર રીડિંગ કરવાના બહાને ઘરફોડ ચોરી કરતો ઈસમ ઝડપાયો

- ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અમદાવાદ સરદાર નગરના ઈસમને ઝડપી પાડવામાં આવ્યો

- પોલીસે રૂપિયા 82 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો

ગાંધીનગર, રવિવાર

  ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે દહેગામ તેમજ ચિલોડામાં તસ્કરી કરનાર અમદાવાદના ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી એક મોબાઇલ ફોન, એક activa તેમજ રોકડ મળી કુલ રૂપિયા ૮૨ હજારનો મુદ્દામાલ કબજે લઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં આરોપી વિરુદ્ધ દહેગામ પોલીસ સ્ટેશનમાં ત્રણ તેમજ ચિલોડા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ પાંચથી વધુ પોલીસ મથકોમાં ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. .ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ટીમ હરસોલી ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે દહેગામ વિસ્તારના ગામડાઓમાં મરૂન કલરના એકટીવા ઉપર ફરતો અને જીઈબી કર્મચારી છું, તેમ કહી બંધ મકાનમાં ચોરીઓ કરતો ઈસમ હાલમાં દેવકરણના મુવાડા તરફથી હરસોલી ચોકડી થઈ દહેગામ તરફ જઈ રહ્યો છે જે બાતમીના આધારે એલસીબી ની ટીમ સાથે સંકલન કરીને વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમિયાન બાતમી મુજબનો ઈસમ આવતા તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. ઝડપાયેલા ઈસમને તેનું નામ પૂછતા તેણે પોતાની ઓળખ હરીશ પુનમભાઈ રાઠોડ મારવાડી (રહે.જોગણી માતાના છાપરા સરદાર નગર અમદાવાદ) તરીકે આપી હતી પોલીસે તેની અંગ જડતી કરતા તેમાંથી રોકડા રૂપિયા 30,000 તેમજ એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપી હરીશ અમરાજીના મુવાડા પાલુન્દ્રા ગામ ગીયોડ ગામ હરસોલી તેમજ છાલા ગામ અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં જીઈબી કર્મચારી તરીકે જતો હતો અને ત્યાં બંધ મકાનની રેકી કરી મકાનમાં ઘૂસી જઈ ઘરમાં મુકેલ તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરતો હોવાની કબુલાત કરી હતી. હરી છે દહેગામ પોલીસ મથકના હદ વિસ્તારમાં ત્રણ જ્યારે ચિલોડા પોલીસ મથકના હદ વિસ્તારમાં ચોરીના એક ગુનાને અંજામ આપ્યો હતો. આ ઉપરાંત તેના વિરુદ્ધ નરોડામાં ત્રણ, નિકોલમાં એક તેમજ સરદાર નગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે.

મીટર રેડીંગના નામે ચોરી કરવાની મોડલ્સ ઓપરેન્ડી
  પોલીસની તપાસમાં આરોપી હરીશ દિવસ દરમિયાન પોતાનું નંબર વગરનું એકટીવા લઈ દહેગામ તેમજ ચિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવેલ છૂટાછવાયા બંધ મકાનોમાં રેકી કરી બંધ મકાનને ટાર્ગેટ કરતો હતો. મકાન નજીક ઓસરીમાં થેલીઓમાં ચાવીની શોધખોળ કરી ચાવી મળી આવે તો લોક ખોલી મકાનમાંથી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયાની ચોરી કરતો હતો. આ દરમિયાન ઘરના કોઈ સભ્ય આવી જાય તો તેઓને જી.ઈ.બી. માંથી ઈલેક્ટ્રીક બોર્ડનું મીટર રીડિંગ કરવા આવ્યો હોવાનું કહીને ભાગી જતો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દહેગામ અને ચિલોડામાં જી.ઇ.બી.ના મીટર રીડિંગ કરવાના બહાને ઘરફોડ ચોરી કરતો ઈસમ ઝડપાયો