District
દિવાળી પહેલા ફિક્સ પેના કર્મચારીને મળશે મોટી ભેટ, પગાર વધારાની થઈ શકે છે જાહેરાત
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
18, October 2023
- રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં પગાર વધારો કરવાના નિર્ણયને મંજૂરી અપાઇ
- રાજ્યના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો થાય તેવી શક્યતા
ગાંધીનગર, બુધવાર
ફિક્સ પેના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકે છે. રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં પગાર વધારો કરવાના નિર્ણયને મંજૂરી અપાઇ છે. છેલ્લા ઘણા સમયથી ફિક્સ પે કર્મચારીઓ પગાર વધારાની માગ કરી રહ્યા હતા. અંતે તેમની માગ સંતોષાય તેવું લાગી રહ્યુ છે. રાજ્યના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો થાય તેવી શક્યતા છે. સાંજ સુધીમાં તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પગારમાં 30 ટકા સુધીનો વધારો થઈ શકે છે. રાજ્ય સરકાર આજે સાંજ સુધીમાં જાહેરાત કરે તેવી શક્યતા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, દિવાળી પહેલા ગુજરાત સરકાર ફિક્સ પેના કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. દિવાળી પહેલા સરકાર ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત કરી શકે છે. આપને જણાવી દઈએ કે, લાંબા સમયથી પગાર વધારો આપવાનો બાકી છે. ફિક્સ પેના કર્મચારીઓની લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા હતા. લાંબા સમયથી તેઓ એક જ પગારમાં કામ કરી રહ્યા હતા. તેથી ફિક્સ પેના કર્મચારીઓના આંદોલનનો સુખદ અંત આવ્યો છે. આજે સરકાર ફિક્સ પેના કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાત કરી શકે છે. ત્યારે કર્મચારીઓની લાંબા સમયની આ માંગ છે, સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પગારમાં 30 ટકા સુધીનો વધારો થઈ શકે છે. ત્યારે હવે ફિક્સ પેના કર્મચારીઓની દિવાળી સુધરી જશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્ય સરકારની વહીવટી તંત્રમાં ઓતપ્રોત થઈ જનારી ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર વિચારણા કરી છે. તેમના ફિક્સ પેમાં કોઈ વધારો થયો નથી. જેને કારણે કર્મચારીઓની કામગીરી પર અસર થઈ રહી છે. ત્યારે સરકાર હવે સત્વરે આ નિર્ણય લઈ શકે છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો