District
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા : દારૂના જથ્થા સાથે 1શખ્સને ઝડપી 3ને વોન્ટેડ જાહેર કર્યા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
14, October 2023
- કુલ 5,35,800નો મુદામાલ કબ્જે કરી વોંટેડ આરોપીઓને શોધવા કવાયત હાથ ધરી
- સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાથી અન્ય બુટલેગરોમાં ફફડાટ
ગાંધીનગર, શનિવાર
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. એતો હવે દેખાય છે. દારૂનો જથ્થો પકડાવાથી લઈને, દારૂની મહેફિલો પર દરોડાથી લઈને અનેક પુરાવા રોજબરોજ મળતા હોય છે. જે બતાવે છે કે ગુજરાતના દારૂના શોખીનોની સંખ્યા વધી રહી છે. ત્યારે વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો કરી મૂઠિયા ગામેથી દારૂના જથ્થા સાથે એકને દબોચી લીધો હતો.
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના માણસો પેટ્રોલિંગમા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અગાઉ દારૂના ગુનામાં પકડાયેલ મૂઠિયા ગામમાં રહતો જિગ્નેશ ઉર્ફે જીગ્નેશ બળદેવભાઇ સોલંકી તથા તેનો ભાઈ પ્રદીપ સોલંકી તથા અનિલ ઉર્ફે કાલી ભેગા મળી કારમાં દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરે છે, જે બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસોએ ઉપરોક્ત સ્થળે દરોડો કરતાં પ્રદીપ બળદેવભાઇ સોલંકીને ઝડપી લીધો હતો. પકડાયેલ ઇસમને સાથે રાખી તપાસ કરતાં ઘર આગળ જ કેટલાક ઇસમો કારમાંથી દારૂની પેટિયો ઉતરતા જણાયા હતા. પોલીસની જાણ થઈ જતાં આરોપીઓ ગાડી લઈને ભાગ્યા હતા બાદમાં પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કર્યો હતો. પરંતુ ગાડીનો ચાલક રણાસણ ગામમાં ઠાકોરવાસમાં તેની ગાડી મૂકી અંધારનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. બાદમાં પોલીસે ગાડીમાં તપાસ કરતાં વિદેશી દારૂની 284 નંગ બોટલો જેની કિમત રૂ. 30,800 તથા મોબાઈલ ફોનની કિમત 5000 ગાડીની કિમત 5,00,000 મળી કુલ 5,35,800નો મુદામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલ આરોપીને નાસી ગયેલ આરોપી વિષે પૂછપરછ કરતાં ચાલક તેનો મોટો ભાઈ અનિલ ઉર્ફે કાલી બળદેવભાઇ સોલંકી તથા જીગ્નેશ બળદેવભાઇ સોલંકી અને રાહુલ જણાવ્યુ હતું. બાદમાં પોલીસ સ્ટાફના માણસોએ વોંટેડ આરોપીઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો