District

ગરબાના રંગમાં રંગાયું ગાંધીનગર : ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે ગરબાની રમઝટ બોલાવી

ગરબાના રંગમાં રંગાયું ગાંધીનગર : ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે ગરબાની રમઝટ બોલાવી

- વિક્રમ ઠાકોરની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી
- અહીં વર્ષોની જેમ એ જ પરંપરાગત રીતે શેરી ગરબા કરવાનો ઉત્સાહ અને ઉમંગ યથાવત

ગાંધીનગર, બુધવાર 

  ગાંધીનગરમાં ગઈકાલે ત્રીજા નોરતે ગુજરાતી ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરના કંઠે ગરબાના તાલે નગરજનો માં આધ્ય શક્તિની આરાધનામાં તરબોળ થયા હતા. વિક્રમ ઠાકોરની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.અહીં વર્ષોની જેમ એ જ પરંપરાગત રીતે શેરી ગરબા કરવાનો ઉત્સાહ અને ઉમંગ યથાવત જોવા મળી રહ્યો છે. ત્રીજા નોરતે માતાજીની આરાધનામાં ભક્તો લીન બન્યા હતા. 

Embed Instagram Post Code Generator

  ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ડેપ્યુટી મેયર અને સેકટર - 5/બી નવરાત્રિ મહોત્સવના પ્રમુખ પ્રેમલસિંહ ગોલની આગેવાની હેઠળ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખ્યાતનામ કલાકારો ગરબાની રમઝટ બોલાવી રહ્યાં છે. ગઈકાલે ત્રીજા નોરતે ગુજરાતી ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે નગરજનોને ગરબાના તાલે ડોલાવ્યા હતા. વિક્રમ ઠાકોરનું ગુલાબની પુષ્પ વર્ષાથી ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારે એક તબક્કે વિક્રમ ઠાકોરની એક ઝલક મેળવવા માટે હજારોની જનમેદની ઉમટી પડી હતી. અહીં પુરુષ અને મહિલાઓ માટે અલગ અલગ લાઈનમાં ગરબા રમવાની વ્યવસ્થા કરાઈ છે. અહીં નગરજનો એકસાથે મળીને ગરબા કરે છે. આજના જમાનામાં શેરી ગરબા જેવા આયોજનો જ શેરીના લોકોને એક તાંતણે જોડવામાં મદદ કરે છે. એજ શુભ આશયથી ડેપ્યુટી મેયર દ્વારા ખ્યાતનામ કલાકારોને બોલાવીને શેરી ગરબાની પરંપરાને જાળવી રાખવામાં આવી છે. ત્રીજા દિવસે માઈ ભક્તો મન મૂકી ગરબે ઘૂમ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો