District

રાત્રે 12 વાગ્યા બાદ પણ ચાલશે ગરબાની રમઝટ, ગૃહરાજ્ય વિભાગે પોલીસને આપી મૌખિક સૂચના 

રાત્રે 12 વાગ્યા બાદ પણ ચાલશે ગરબાની રમઝટ, ગૃહરાજ્ય વિભાગે પોલીસને આપી મૌખિક સૂચના 

- ખેલૈયાઓ હવે મોડી રાત સુધી ગરબે ઘુમી શકશે
- ગૃહ રાજ્યમંત્રીએ તમામ જિલ્લા પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આ સૂચના આપી

ગાંધીનગર, મંગળવાર 

    નવરાત્રી પર ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે નવરાત્રિમાં ગમે તેટલા વાગ્યા સુધી ગરબા રમશો તો પણ પોલીસ ગરબા બંધ કરવા નહિ આવે. આ અંગે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. ગરબામાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘુમી શકશે. અત્રે જણાવીએ કે, પોલીસ આજથી ગરબા બંધ કરાવવા જશે નહીં. કારણ કે, ગૃહવિભાગે રાજ્યની પોલીસને આપી મૌખિક સૂચના આપી છે. તમામ SP અને પોલીસ કમિશનરને ગરબા બંધ કરાવવા ન જવા સૂચના આપવામાં આવી છે.       

    નવરાત્રિમાં પોલીસ હવે રાસ ગરબાની રમઝટ બંધ નહીં કરાવે. હવે પોલીસ રાતે ગરબા બંધ નહી કરાવે. ગૃહ રાજ્યમંત્રીએ તમામ જિલ્લા પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આ સૂચના આપી છે. હવે રાતે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવવા માટે પોલીસ નહી જાય. અત્યાર સુધી એવુ હતુ કે, રાતે 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાતા હતા. રાતે 12 વાગ્યા બાદ પોલીસ ગરબા બંધ કરાવવા આવી જતી હતી, પરંતુ આ નવરાત્રિએ આવુ નહિ બને. કારણ કે, ગુજરાત સરકારે આ અંગે મોટો નિર્ણય લીધો છે. હવે રાતે 12 વાગ્યા બાદ પોલીસ ગરબા બંધ કરાવવા નહિ આવે. સરકારના આ નિર્ણયથી હવે મોડી રાત સુધી ગરબાનો રંગ જામશે. હવેથી રાતે 12 વાગ્યે ગરબા બંધ નહિ થાય. સરકાર દ્વારા લીલી ઝંડી અપાઈ ગઈ કે, હવે ગમે તેટલા વાગ્યા સુધી ગરબા કરો.

 

    સરકારના આ નિર્ણયથી હવે નવરાત્રિનો જૂનો સમય પાછો આવશે. એક સમયે સવારે 4-4 વાગ્યા સુધી ગરબાની રમઝટ જામતી હતી. સોસાયટીઓમાં યુવક-યુવતીઓ બિન્દાસ્ત ગરબા માણતા હતા. પરંતુ સમયાંતરે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગરબાના સમય પર નિયંત્રણ મૂકવામાં આવ્યો હતો. રાતે 12 વાગ્યા સુધી જ ગરબા કરી શકાશે તેવો નિયમ લાગુ કરાયો હતો. પરંતુ હવે સરકારે જ છૂટછાટ આપી છે. ગૃહ રાજ્યમંત્રીએ આ સૂચના આપી દીધી છે. ગુજરાતની જનતા સારી રીતે નવરાત્રિ માણી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે કે, 12 વાગ્યા પછી ગરબા બંધ કરાવવા ન જવું. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

રાત્રે 12 વાગ્યા બાદ પણ ચાલશે ગરબાની રમઝટ, ગૃહરાજ્ય વિભાગે પોલીસને આપી મૌખિક સૂચના