- મહિલાનો પતિ છોડાવવા વચ્ચે પડતાં શખ્સે ગડદાપાટુનો માર માર્યો
- મહિલાના પતિએ ત્રણ સામે ફરિયાદ નોંધાવી
કલોલ, રવિવાર
પ્રાપ્ત વિગત અનુસાર કલોલ શહેરમાં રહેતી મહિલાનો પાડોશી સાથે ઘર આગળ અઠવાડ નાખવા બાબતે ઝઘડો થતાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. મહિલાનો પતિ છોડાવવા વચ્ચે પડતાં શખ્સે પાઇપ તેમ જ ગડદાપાટુનો માર માર્યો હતો. ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી તલવાર વડે હુમલો કર્યો હતો તેથી સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. આ અંગે મહિલાના પતિએ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.