- શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે સતત પાંચ વખત એક્સટેન્શન મળ્યા બાદ તેમણે ટર્મ પૂર્ણ થાય તે પહેલા જ રાજીનામું ધરી દીધું
- પારિવારિક કારણ આપી આપ્યું રાજીનામું : રાજીનામું સ્વીકારવાની અરજી હાલ પેન્ડિંગ
ગાંધીનગર, બુધવાર
ગુજરાત શિક્ષણ વિભાગમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે ફરજ બજાવતા નિવૃત આઈએએસ અધિકારી એ.જે. શાહે અચાનક જ રાજીનામું આપી દીધુ છે. શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે સતત પાંચ વખત એક્સટેન્શન મળ્યા બાદ તેમણે ટર્મ પૂર્ણ થાય તે પહેલા જ રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્ક શરુ થયા છે. હાલમાં તેમનું રાજીનામું સ્વીકારવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. એટલે કે એ.જે શાહનું રાજીનામું સ્વીકારવાની અરજી હાલ પેન્ડિંગ છે.