
- હાઇકોર્ટ દ્વારા કેસની ગંભીરતાને ધ્યાને લઇ સુઓમોટો પીટીશન દાખલ કરવામાં આવી હતી
- ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના સોંગદનામા અંગે હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી
ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થિની સાથે થયેલા કથિત દુષ્કર્મ મામલે હાઇકોર્ટ દ્વારા કેસની ગંભીરતાને ધ્યાને લઇ સુઓમોટો પીટીશન દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે જીએનએલયુ તરફ્થી રજૂ કરાયેલા સોગંદનામા પર ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ કેસમાં આગામી સુનાવણી 2 નવેમ્બરના રોજ કરવામં આવશે નોંધનીય છે કે GNLUમાં આંતરિક ફરિયાદ સમિતિ કાર્યરત ન હોવાની હાઇકોર્ટે નોંધ લીધી હતી.. કોર્ટે કહ્યું કે ઘટના અંગે લેખિત ફરિયાદ ન થઇ હોય, તેમ છતાં યુનિવર્સિટીના ધ્યાને આ મામલો આવે તો તપાસ કરવી જોઈએ. લેખિતમાં ફરિયાદ હોય તો જ કાર્યવાહી કરવી એ વલણ અયોગ્ય છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે ભોગ બનનારના નિવેદન ગોપનીયતા પૂર્વક નોંધીને ઘટનાના તથ્યની તપાસ કરીને કાયદેસરના પગલાં લેવા યુનિવર્સિટીને આદેશ કર્યો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
સમગ્ર ઘટના એવી છે કે ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે બીજા વર્ષની એક વિદ્યાર્થીની સાથે કથિત દુષ્કર્મ અને એક સમલૈંગિક યુવક સાથે જાતીય સતામણીની બે અલગ-અલગ ઘટના અંગેના અહેવાલને પગલે લઈ હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લઈ સુઓમોટો પિટિશન દાખલ કરી હતી. જે કેસની સુનાવણી વખતે યુનિવર્સિટીનાં ઈન્ટરનલ કમ્પલેન કમિટીનાં ચેરપર્સન દ્વારા રીપોર્ટ રજૂ કરાયો હતો જેમાં યુનિવર્સિટીમાં રેગિંગની કોઈ ફરિયાદ ન આવી હોવાની માહિતી આપવામાં આવી હતી.
આ કેસમાં કોર્ટે આકરી ઝાટકણી કાઢતા કહ્યું હતું કે કોઈ વિદ્યાર્થિનીએ કરેલા ગંભીર આરોપ સામે ઈન્ટરનલ કમ્પલેન કમિટીનાં ચેરપર્સન દ્વારા કોઈ તપાસ કર્યા વગર જ રિપોર્ટ કેવી રીતે આપવામાં આવ્યો છે કોર્ટને લાગે છે કે આ યુનિવર્સિટી સમગ્ર મામલો રફેદફે કરવા માગે છે. વિદ્યાર્થીઓ સાથે થતી પ્રકારની દુર્ઘટનાના લીધે જ યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ખરડાય છે. તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટે સરકારને સમગ્ર મામલે આઈપીએસને તપાસ સોંપવા સૂચના આપી હતી, જ્યારે રજિસ્ટ્રારે જવાબ આપ્યો હતો કે, નિવૃત્ત આઈપીએસ કેશવકુમારને આ સમગ્ર ઘટનાની તપાસ સોંપાઈ છે.ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના સોંગદનામા અંગે નારાજગી વ્યકત કરતાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ફરિયાદના આક્ષેપોની ખાતરી કરવા માટે નિવૃત્ત આઇપીએસ કેશવ કુમારની અધ્યક્ષતામાં ફેક્ટ ફાઈન્ડિંગ કમીટીની રચના કરાઈ છે અને તે સમિતિએ હજુ સુધી કોઇ રિપોર્ટ પણ આપ્યો નથી. હાઇકોર્ટે પ્રોફેસર અંજનીસિંહ તોમરને સંસ્થાની ફેક્ટ ફાઈન્ડિંગ કમીટીમાં નિમણૂંક કરવા મુદ્દે પણ ચિંતા વ્યકત કરી હતી. હાઈકોર્ટે જીએનએલયુના રજિસ્ટ્રારને ભવિષ્યમાં આ કેસમાં સોંગદનામું કરતી વખતે સાવધાની રાખવા પણ સ્પષ્ટ ચેતવણી આપી હતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
