- અગાઉ પણ શિક્ષણમંત્રી કુબેર ડિંડોર નર્મદા, મહિસાગર સહિતના જિલ્લામાં પ્રાથમિક શાળાની અચાનક જ મુલાકાત લેવા પહોંચ્યા હતા
- શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જીંડવા પ્રાથમિક શાળામાં બાળકોને થોડો અભ્યાસ પણ કરાવ્યો હતો
દહેગામ, બુધવાર
આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોર ગાંધીનગર જિલ્લામાં આવેલા દહેગામમાં આવેલી જીંડવા પગાર કેન્દ્ર શાળાની ઓચિંતી શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે મુલાકાત દરમિયાન બાળકોના બાલવાટિકા તથા પ્રજ્ઞા વર્ગની મુલાકાત લીધી. ઉપરાંત વર્ગમાં ધોરણ મુજબ જુદા જુદા ધોરણના બાળકોની એકમ કસોટી તેમજ બાળકોનું લખાણ, શિક્ષકોની ચકાસણી વગેરે કામગીરીનું નિરીક્ષણ કર્યું. તેમજ આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જીંડવા પ્રાથમિક શાળાની બાલિકાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો તેમજ શાળાના અન્ય બાળકો સાથે વ્યવસાયે પ્રાધ્યાપક હોવાથી બાળકોને થોડો અભ્યાસ પણ કરાવ્યો હતો બાળકો પણ શિક્ષણમંત્રી સાથે સાહજિક પ્રશ્નોત્તરી કરી હતી. બાળકો સાથેના વાર્તાલાપમાં બાળકોના જવાબોથી શિક્ષણમંત્રી પણ આનંદિત થઈ ગયા હતા.શાળાના આચાર્ય સહિત શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ પણ શિક્ષણમંત્રીની મુલાકાતથી આનંદિત થઈ ગયા હતા. નોંધનીય છે કે અગાઉ પણ શિક્ષણમંત્રી કુબેર ડિંડોર નર્મદા, મહિસાગર સહિતના જિલ્લામાં પ્રાથમિક શાળાની અચાનક જ મુલાકાત લેવા પહોંચ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર