District

ગાંધીનગરના સેક્ટર - 4 આરટીઓ સર્કલ નજીક ચાલુ કારમાં લાગી ભીષણ આગ, ચાલકનો આબાદ બચાવ 

ગાંધીનગરના સેક્ટર - 4 આરટીઓ સર્કલ નજીક ચાલુ કારમાં લાગી ભીષણ આગ, ચાલકનો આબાદ બચાવ 

- પ્રાથમિક તપાસમાં શોટ સર્કિટનાં કારણે સ્પાર્ક થવાથી કારમાં આગ લાગી હોવાનું અનુમાન
- ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવતાં સૌએ રાહત અનુભવી

 

ગાંધીનગર, શુક્રવાર 

    વાહનમાં મુસાફરી કરતા હોઈએ તેમાં અચાનક આગ લાગે તો વાહનમાં બેઠેલા મુસાફરોની દિલની ધડકન વધી જતી હોય છે. તેવો જ બનાવ ગાંધીનગરના સેક્ટર - 4 આરટીઓ સર્કલ નજીક બન્યો હતો. આરટીઓ સર્કલ નજીક ચાલુ કારમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો.     

    ચાલતી કારમાં આગ લાગવાના બનાવો પણ સામે આવી રહ્યા છે, ત્યારે આવો જ એક બનાવ આજે ગાંધીનગરમાં બન્યો છે. ગાંધીનગરમાં ફૂલ સ્પીડમાં જતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી રાહદારી, વાહન ચાલકો સહિત આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવતાં સૌએ રાહત અનુભવી હતી. આ આગમાં સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ગાંધીનગરનાં સરગાસણ ખાતે રહેતા ભાવિન આચાર્ય કાર લઈને આરટીઓ સર્કલ પાસેના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. એ દરમ્યાન અચાનક કારમાં આગ લાગી હતી. જેથી તેમણે સમયસૂચકતા વાપરીને કારને રોકી દઈ કારની બહાર નીકળી ગયા હતા. જોકે, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેનાં કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો થંભી ગયા હતા. બાદમાં સતત પાણીનો છંટકાવ કરીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જો કે આગ એટલી ભયાનક હતી કે કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. 

    જોકે જોત જોતા આગની જ્વાળા એટલી હદે વિકરાળ બની ગઈ હતી કે,વાહન બળી ને રાખ થઈ ગયું હતું. જે બાદ રાહદારીઓએ તેમજ ફાયર બ્રિગેડ દ્વારા પાણીથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. કારની અંદરની સીટો સહિતની ચીજો ઉપરાંત ટાયર પણ બળીને ભડથું થઇ ગયા હતા. તેમજ આગની ઘટનામાં કારમાં સવાર યુવકનો આબાદ બચાવ થયો છે. આ અંગે ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું હતું કે, આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસમાં શોટ સર્કિટનાં કારણે સ્પાર્ક થવાથી કારમાં આગ લાગી હોવાનું અનુમાન છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

ગાંધીનગરના સેક્ટર - 4 આરટીઓ સર્કલ નજીક ચાલુ કારમાં લાગી ભીષણ આગ, ચાલકનો આબાદ બચાવ