District

ગાંધીનગરના આલમપુરમાં બાળકોના ઝઘડામાં મોટા બાખડયા : મહિલાને ઈંટો મારી 

ગાંધીનગરના આલમપુરમાં બાળકોના ઝઘડામાં મોટા બાખડયા : મહિલાને ઈંટો મારી 

- ચિલોડા પોલીસે મહિલાને માર મારનાર ઇસમ સામે ગુનો નોંધ્યો

- ઈજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ

ગાંધીનગર, બુધવાર

  ગાંધીનગરના આલમપુરમાં બાળકોના ઝઘડામાં મોટાઓ બાખડ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક ઈસમે મહિલાને ઈંટો મારતા મહિલાને ઈજા થઈ હતી. આ મામલે ચિલોડા પોલીસ દ્વારા મહિલાને ઈંટોથી માર મારનાર ઈસમ સામે  ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

  આલમપુરમાં રહેતા સરપાબેનની ૪ વર્ષની દીકરી ગામમાં દૂધ લેવા ગઈ હતી. આ સમયે ઘરની સામે રહેતા કમલેશભાઈ ઠાકોરના દીકરા પારસ સાથે ચાર વર્ષની દીકરીને બોલાચાલી માથાકૂટ થઈ હતી. જે બાબતે સરપાબેન કમલેશભાઈના પત્નીને કહેવા ગયા હતા. બાળકોને સમજાવવાનું કહીને તેઓ પરત આવ્યા હતા. જોકે, સાંજના સમયે કમલેશ સરપાબેનના ઘરે ગયો હતો અને અપશબ્દો બોલી મારા દીકરા પારસને કેમ મારે છે ? તેમ કહીને ઉશ્કેરાઈ જઈ છુટ્ટી ઈંટ મારતાં આ ઈંટ સરપાબેનને કાનમાં અને પેટમાં વાગતા તેમને ગંભીર ઈજા થઈ હતી. તુરંત જ આ બાબતે 100 નંબર ઉપર પોલીસને જાણ કરતા પોલીસની ટીમ આવી હતી અને સરપાબેનને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં તેમને કાનના ભાગે લોહી નીકળતું હોવાથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તેઓએ ચિલોડા પોલીસ મથકે કમલેશ રણછોડજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગાંધીનગરના આલમપુરમાં બાળકોના ઝઘડામાં મોટા બાખડયા : મહિલાને ઈંટો મારી