District

ગાંધીનગરમાં મોબાઈલને લઈને તકરાર બાદ યુવક પર લોખંડના સળિયાથી હુમલો

ગાંધીનગરમાં મોબાઈલને લઈને તકરાર બાદ યુવક પર લોખંડના સળિયાથી હુમલો

- ડભોડા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી

- ખોવાયેલા મોબાઈલને લઈને તકરાર થઈ હતી

ગાંધીનગર, રવિવાર

  ગાંધીનગર તાલુકાના વલાદ ગામે ખોવાઈ ગયેલા મોબાઈલને લઈને તકરાર થયા બાદ ઉશ્કેરાયેલા ઈસમે યુવકને લોખંડના સળિયા થી માર મારતા તેને ગંભીર ઈજા થઈ હતી. આ મામલે ડભોડા પોલીસ દ્વારા હુમલો કરનાર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

  મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં ગાંધીનગરના વલાદ ખાતે ઠાકોરજી નર્સરી ખાતે રહેતા કન્હીલાલ ઠાકુરદાસ કુશવાહ તેમના કાકા અને કુટુંબી ભાઈ સાથે જમવા બેઠા હતા.  આ સમયે ગામમાં રહેતો આલોક બલવીર રાજપુત ત્યાં આવ્યો હતો. તેણે કન્હીલાલને કહ્યું હતું કે, આપણા બંનેના મોબાઈલ ફોન ક્યાંક ખોવાઈ ગયા હતા, જે મોબાઈલ ફોન તારી પાસે જ છે. મને આપી દે તેમ કહેતા કન્હીલાલે તમારા મોબાઇલ સાથે મારો મોબાઇલ પણ ખોવાઈ ગયો હતો અને મારી પાસે કોઈ મોબાઈલ ફોન નથી તેમ કહેતા આલોક ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દ બોલવા લાગ્યો હતો. જેથી તેને અપશબ્દ બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા આલોકે ઝપાઝપી શરૂ કરી હતી અને તેના હાથમાંની લોખંડની પાઇપ કન્હીલાલને બંને હાથ, બંને પગ, બરડામાં તથા કપાળના ભાગે મારી દેતા તેમને ગંભીર ઈજા થઈ હતી. આ સમયે કન્હીલાલના કાકા અને કૌટુંબિક ભાઈ વચ્ચે છોડાવવા પડ્યા હતા. જેથી આલોક ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો. ઈજાગ્રસ્ત કન્હીલાલને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તેઓએ ડભોડા પોલીસ મથકે આલોક રાજપુત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગાંધીનગરમાં મોબાઈલને લઈને તકરાર બાદ યુવક પર લોખંડના સળિયાથી હુમલો