- મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં ધારાસભ્ય પણ હાજર હતા તેના થોડાક સમય બાદ બનેલી ઘટના
- અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો ખડકાયો : ગામમાં અજંપાભરી સ્થિતિ
દહેગામ, ગુરુવાર
દહેગામના કરોલીમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં અમદાવાદ પૂર્વના સાંસદ તેમજ સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો. કાર્યક્રમ બાદ સાંસદ સહિત ગામમાં હાજર હતા. આ સમય દરમિયાન ગામમાં વિધર્મીના ટોળાએ દુકાનમાં તોડફોડ કરતાં મામલો ગરમાયો હતો. વિધર્મીનું ટોળું દુકાન ઉપર ધસી આવ્યું હતું અને દુકાનમાંથી માલ-સામાન પણ ફેંકી દીધો હતો. આ બનાવને લઈ દુકાનદારે પોલીસને જાણ કરી હતી અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો. વિધર્મી ટોળાના હૂમલા પાછળનો વિવાદ દરગાહ પાસેની જમીનનો હોવાનું સામે આવી રહ્યું છે. હાલ ગામમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આ તોડફોડનો વિડીયો જોવા માટે અહી ટચ કરો