District

ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશનમાં ગાંધીનગર મહાનગરપાલિકા ૧૦૭ ટકા સાથે રાજયભરમાં ત્રીજા ક્રમે

ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશનમાં ગાંધીનગર મહાનગરપાલિકા ૧૦૭ ટકા સાથે રાજયભરમાં ત્રીજા ક્રમે

- ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેલ મહાકુંભનું વિવિઘ વયની રમતો માટે ૧૦૨ ટકા રજિસ્ટ્રેશન
- ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૬૫૨૦ અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૧,૦૫,૯૮૩ રમતવીરોનું રજિસ્ટ્રેશન

 

ગાંધીનગર, સોમવાર

  સમગ્ર રાજયમાં ખેલ મહાકુંભ ૨.૦નું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશનમાં રાજયભરમાં તા.૧૬મી ઓકટોબર, ૨૦૨૩ સુઘીમાં ગાંધીનગર મહાનગરપાલિકા ૧૦૭ ટકા સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. તેમજ ગાંધીનગર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેલ મહાકુંભનું ૧૦૨ ટકા જેટલું રજિસ્ટ્રેશન થયું છે, તેવું જિલ્લા રમતગમત અધિકારીએ જણાવ્યું છે.  

Embed Instagram Post Code Generator

  જિલ્લા રમતગમત અધિકારી શ્રી મહેશ ચૌઘરીએ જણાવ્યું છે કે, રાજયના રમત- ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમાં ખેલ મહાકુંભ – ૨.૦નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર  હિતેષ કોયાના માર્ગદર્શન હેઠળ ખેલ મહાકુંભનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભના માધ્યમથી રાજયભરમાં રમતગમતનું વાતાવરણ ઉભું થાય, યુવા ખેલાડીઓ સ્પર્ઘામાં ભાગ લઇ પોતાનું શ્રેષ્ઠ કૌશલ્ય દાખવે, રમતગમત ક્ષેત્રે આગળ આવી યુવા ખેલાડીઓ રાજયનું ગૌરવ વઘારે તેવા ઉદ્દેશ સાથે રાજય સરકાર દ્વાર આયોજન કરવામાં આવે છે. ખેલ મહાકુંભમાં ગ્રામ્ય,શાળા, તાલુકા, જિલ્લા અને રાજય કક્ષા સુઘીના અલગ અલગ વય જૂથમાં વિવિઘ ૩૯ રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રમતોમાં સહભાગી થવા માટે તા. ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૩થી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશનમાં તા. ૧૬મી ઓકટોબર, ૨૦૨૩ના બપોરના ૩.૦૦ કલાક સુઘીમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં ૩૬૫૨૦ રમતવીરોના નામનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ રજિસ્ટ્રેશન માટે મહાનગરપાલિકામાં ૩૩,૯૨૪ રજિસ્ટ્રેશન કરવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકામાં તા. ૧૬મી ઓકટોબર સુઘીમાં કુલ- ૧૦૭ ટકા રજિસ્ટ્રેશન થયું છે. રાજયમાં આ રજિસ્ટ્રેશન ત્રીજો ક્રમે છે.  તેમજ ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ૧,૦૩,૬૪૩ રમતવીરોનું રજિસ્ટ્રેશન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. પરંતુ તા. ૧૬મી ઓકટોબર, ૨૦૨૩ના રોજ બપોરના ૩.૦૦ કલાક સુઘીમાં અલગ અલગ વયમાં ૧,૦૫,૯૮૩ રમતવીરોનું રજિસ્ટ્રશન થયું છે. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૨ ટકા જેટલું રજિસ્ટ્રેશન થયું છે, તેવું જિલ્લા રમતગમત અધિકારી શ્રી મહેશ ચૌઘરીએ જણાવ્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો