- એસ.ઓ.જી ની સ્પેશિયલ ડ્રાઈવમાં અનેક ભોપાળા બહાર નીકળી રહ્યા છે
- નિયમાનુસાર હોટલો અને ગેસ્ટ હાઉસમાં રજીસ્ટર મેન્ટેન કરવામાં આવતા નથી
કલોલ, મંગળવાર
ગાંધીનગર એસ ઓ જી દ્વારા હાલમાં હોટલોમાં અને ગેસ્ટ હાઉસમાં ચેકિંગની સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જેમાં કેટલીક હોટલ અને ગેસ્ટ હાઉસના માલિકો અને સંચાલકો તેમજ મેનેજર દ્વારા ગ્રાહકોનું રજીસ્ટર મેન્ટેન કરવામાં આવતું ન હોવાનું ધ્યાને આવ્યું છે. આ તમામ સામે એસઓજી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે કલોલમાં આવેલા વધુ એક ગેસ્ટ હાઉસ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કલોલમાં આવેલા ઉત્તમ ગેસ્ટ હાઉસમાં ગ્રાહકોનું રજીસ્ટર મેન્ટેન થતું ન હોવાથી કલોલ શહેર પોલીસમાં થકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર