- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે
- ખેલૈયાઓ છેલ્લા ઘણા સમયથી ઉત્સુક હતા અને આ ઉત્સક્તાનો હવે અંત આવી ગયો
ગાંધીનગર, શનિવાર
જેની ઉત્સુક્તાપૂર્વક ખેલૈયાઓ ઘણા સમયથી રાહ જાઈ રહ્યા હતા તે નવરાત્રી ઉત્સવની આવતીકાલથી પરંપરાગત રીતે ભવ્ય શરૂઆત થઈ રહી છે. નવરાત્રી ઉત્સવની મજા માણવા માટે ખેલૈયાઓ છેલ્લા ઘણા સમયથી ઉત્સુક હતા અને આ ઉત્સક્તાનો હવે અંત આવી ગયો છે. છેલ્લા ઘણા દિવસથી આની પ્રેક્ટીસ પણ કરવામાં ખેલૈયાઓ વ્યસ્ત હતા. ગાંધીનગરમાં કાલે ભવ્ય આતશબાજી સાથે કેસરિયા ગરબા મહોત્સવનો આરંભ થશે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે.
મળતી માહિતી અનુસાર ગાંધીનગર રામકથા મેદાનમાં વર્ષોથી સતત ગરબાનું આયોજન કલ્ચરલ ફોરમ દ્વારા કરવામાં આવતું હતું. પણ હવે વર્ષો જૂની ઓળખ નવરાત્રી 2023માં જોવા નહીં મળે. કારણ કે કલ્ચરલ ફોરમની જગ્યા આ વર્ષે કેસરિયાએ લીધી છે અને તેમના દ્વારા અલગ નવરાત્રી જોવા મળશે. કાલે ભવ્ય આતશબાજી સાથે કેસરિયા ગરબા મહોત્સવનો આરંભ થશે,ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે પ્રથમ નોરતે કેસરિયા ગરબાના આંગણે ખાસ ઉપસ્થિત રહેશે. ગાંધીનગરના રામકથા મેદાન ખાતે અદભુત લાઈટિંગ સાથે દિવ્યતા અને ભવ્યતાની અનુભૂતિ કરાવતી શ્રી રામ મંદિરની 101 ફૂટ ઊંચી ઇકો ફ્રેન્ડલી પ્રતિકૃતિ તૈયાર કરી દેવાઈ છે. જે અન્વયે સહાય ફાઉન્ડેશન દ્વારા ‘શ્રી રામ પાદુકા શોભાયાત્રા પણ કાઢવામાં આવનાર છે. નવરાત્રીને ધ્યાનમાં લઈને કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો