- અઢી કલાકની બેઠકમાં ગુજરાત સરકાર, પ્રદેશ સંગઠન અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રોડમેપ બનાવાયો
- બે વર્ષથી ખાલી પડેલા બોર્ડ-નિગમમાં બિન સરકારી પ્રતિનિધિઓની નિયુક્તિ અંગે પણ ચર્ચા થઈ
ગાંધીનગર,શનિવાર
શુક્રવારે દિલ્હીમાં પીએમ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર અને સીએમના મુખ્યમ અગ્રસચિવ કૈલાસનાથનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક નિર્ણયો લેવાયા છે. અઢી કલાક ચાલેલી બેઠક બાદ સરકાર અને સંગઠનમાં અનેક મોટા બદલાવ આવશે તેવુ ચર્ચાઈ રહ્યું છે. અને સંગઠન અને બોર્ડ નિગમમાં ટૂંક સમયમાં નિમણૂક કરવામાં આવશે. અઢી કલાકની બેઠકમાં ગુજરાત સરકાર, પ્રદેશ સંગઠન અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રોડમેપ બનાવાયો છે. તેમજ બે વર્ષથી ખાલી પડેલા બોર્ડ-નિગમમાં બિન સરકારી પ્રતિનિધિઓની નિયુક્તિ અંગે પણ ચર્ચા થઈ હોવાનું કહેવાય છે.