- ગાંધીનગરમાં થનગનાટના ગરબામાં ખેલૈયાઓએ રાસની રમઝટ જમાવી
- ગુજરાતી ફિલ્મ સ્ટાર મલ્હાર ઠાકરની ખાસ ઉપસ્થિતિ
- 51 શક્તિપીઠની પ્રતિકૃતિનું નગરજનોમાં આગવું આકર્ષણ
ગાંધીનગર, રવિવાર
રવિવારથી જગત જનની મા જગદંબાની ઉપાસનાના પાવનકારી નવલા નવરાત્રિ મહોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી શરૂ કરાઈ છે. માતાજીના ગરબાના વિધિવત સ્થાપન સાથે રવિવારથી નવ દિવસ સુધી માઈભકતો પૂજા,અર્ચન કરી, માતાજીને અવનવા શણગાર રજુ કરતા કર્ણપ્રિય ગરબા ગાશે. આ સાથે તમામ શેરીઓ, મહોલ્લાઓમાં નવરાત્રિ મહોત્સવને રંગેચંગે ઉજવવા માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. આ સાથે આજથી ચોતરફ માંગલિક કાર્યોનો ધમધમાટ જામશે. ત્યારે ગાંધીનગરમાં થનગનાટ આર્ટ એન્ડ કલ્ચર ફાઉન્ડેશન દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં પ્રથમ નોરતે ગુજરાતી ફિલ્મ સ્ટાર મલ્હાર ઠાકરની સાથે ગરબાના તાલે ખેલૈયાઓ ઝુમી ઉઠી મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તો ગ્રાઉન્ડમાં નિર્માણ કરવામાં આવેલ 51 શક્તિપીઠની પ્રતિકૃતિનું નગરજનોમાં આગવું આકર્ષણ ઊભું કર્યું છે.