- ગેરકાયદે ઠરાવ કરીને વંચાણે ન લીધા હોવાનો વિપક્ષનો આક્ષેપ
- નવા પ્રમુખના પહેલા બોર્ડમાં વિપક્ષે કલમ ૨૫૮ દાખલ કરી
દહેગામ,મંગળવાર
દહેગામ પાલિકાની સામાન્ય સભા આજે મળી હતી જેમાં વિવિધ સમિતિઓમાં ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. બાદમાં સભાનું કામકાજ શરૂ થાય ત્યારે વિપક્ષે વોકઆઉટ કર્યો હતો. વિપક્ષે કહ્યું કે, સામાન્ય સભામાં ગેરકાયદે ઠરાવ કરવામાં આવ્યો હતો અને વંચાણે લીધા નહોતા. આ મામલે વિપક્ષે પ્રાદેશિક કમિશનરને પણ રજૂઆત કરીને કલમ ૨૫૮ દાખલ કરાવી હતી અને ચીફ ઓફિસરને પણ રજૂઆત કરી હતી. વિપક્ષના પાંચ સભ્યોએ સભામાંથી વોકઆઉટ કર્યો હતો.