- પથિક સોફ્ટવેરમાં ફરજિયાત ગ્રાહકોની એન્ટ્રી રજીસ્ટર કરવાના આદેશનું ઉલ્લંઘન
- ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી
ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગરના સેક્ટર 21 ખાતે આવેલી હોટલમાં પથિક સોફ્ટવેરમાં ગ્રાહકોની એન્ટ્રીનું રજીસ્ટર મેઈન્ટેન ન કરનાર વહીવટકર્તા સામે એસ.ઓ.જી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હુકમ હોવા છતાં પણ હોટલના માલિકો દ્વારા કાયદાનું પાલન કરવામાં આવતું ન હોવાને કારણે એસ.ઓ.જી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે.