- એસ.ઓ.જી પોલીસ દ્વારા ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી
- ગ્રાહકોના સરનામા તેમજ વાહનોની વિગતો અધૂરી હોવાથી કાર્યવાહી
ગાંધીનગર, રવિવાર
ગાંધીનગરમાં આવેલ ગેસ્ટ હાઉસના મેનેજર દ્વારા રજીસ્ટર યોગ્ય રીતે મેન્ટેન કરીને તેમાં ગ્રાહકોની પૂરતી વિગતો તેમજ વાહનોની પૂરતી વિગતોની નોંધ કરવામાં આવી ન હોવાથી, આ મામલે એસ.ઓ.જી પોલીસ દ્વારા ઇન્ફોસિટી પોલીસ મથકે ગેસ્ટ હાઉસના મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર