District

કલોલમાં મહિલાને બદનામ કરવાનો પ્રયાસ કરનાર પોલીસ ફરિયાદ

કલોલમાં મહિલાને બદનામ કરવાનો પ્રયાસ કરનાર પોલીસ ફરિયાદ

- મહિલાના અને તેના પરિવારની અન્ય મહિલાઓના મોર્ફ કરેલા ફોટા વાયરલ કર્યા

- મહિલાના પતિના નામે ખોટું એકાઉન્ટ બનાવીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો

કલોલ, મંગળવાર

Embed Instagram Post Code Generator

  કલોલમાં રહેતી એક મહિલાને પાડોશી યુવક સાથે મોબાઈલ નંબરની આપ લે કરીને વાતચીત કરવી ભારે પડી છે. મહિલાએ પાડોશી યુવક સાથે વાતચીત બંધ કરતાં તેણે મહિલાને બદનામ કરવાની ધાકધમકી આપી હતી. આ ઈસમે મહિલાના અને તેના પરિવારની અન્ય મહિલાઓના ફોટા અશ્લીલ રીતે મોર્ફ કરીને તેને વાયરલ કર્યા હતા. હાલમાં આ મામલે મહિલાએ કલોલ શહેર પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

  કલોલમાં આવેલી એક સોસાયટીમાં રહેતાં પરિવારની મહિલા પાડોશી યુવક સાથે આવતા જતા સામાન્ય વાતચીત કરતી હતી. થોડા સમય પહેલા યુવકે મહિલાનો મોબાઇલ નંબર માંગતા પાડોશી હોવાથી મહિલાએ પોતાનો નંબર યુવકને આપ્યો હતો. બાદમાં આ યુવક મહિલાને મેસેજ કરીને તેમજ વીડિયો કોલ કરીને સંપર્ક વધારતો ગયો હતો. આ દરમિયાન મહિલા ગર્ભવતી હોવાથી અને તેની તબિયતના દુરસ્ત રહેતી હોવાથી તેને યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરતા યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાને બદનામ કરવાની ધમકી આપવા લાગ્યો હતો. પહેલા તો મહિલાએ આ બાબતને વધુ ગંભીરતાથી લીધી ન હતી અને યુવકને બ્લોક કરી દીધો હતો. જોકે, બાદમાં યુવકે મહિલાની દેરાણીને મેસેજ કરીને અશ્લીલ ફોટા મોકલીને મહિલાને બદનામ કરવાની ધમકી આપી હતી. આ યુવકે મહિલાના પતિના નામે એક ફેક એકાઉન્ટ બનાવીને મહિલાના અને તેના પરિવારની અન્ય મહિલાઓના ફોટા અને અસલી રીતે મોર્ફ કરીને વાયરલ કર્યા હતા. દેરાણી, નણંદ, કાકી સાસુ, સાસુના ફોટા પણ આ યુવકે મોર્ફ કરતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. યુવક દ્વારા મહિલાના દિયર તેમજ અન્ય પરિવારજનોને સોશિયલ મીડિયાની લીંક મોકલીને તેમજ ધાક ધમકી ભર્યા મેસેજો આપીને પરેશાન કરવામાં આવી રહ્યો હતો. તાજેતરમાં મહિલાને 13 વર્ષની દીકરી શાળાએથી પરત આવી રહી હતી, ત્યારે આ ઈસમે તેને આંતરીને - જો તારી મમ્મી મારી સાથે વાત નહીં કરે તો બદનામ કરવાની ધમકી આપતા માસુમ દિકરી ગભરાઈ ગઈ હતી. અંતે આ ઈસમનો ત્રાસ વધી જતા અને તેને સોશિયલ મીડિયા ઉપર અશ્લીલ રીતે તસવીરો મોર્ફ કરીને વાયરલ કરતા આ મામલે મહિલાએ કલોલ શહેર પોલીસ મથકે અમિત સુરેશભાઈ ચાવડા નામના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો