
- ગાંધીનગરમાં આવેલી IIPHના બંને વૈજ્ઞાનિક કાર્યરત છે
- ટોચના બે ટકા સંશોધકો માટે તેમના સંશોધન પ્રકાશનોના આધારે પસંદગી કરવામાં આવે છે
ગાંધઈનગર, ગુરૂવાર
ગાંધીનગરની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના જાણીતા સંશોધક પ્રોફેસર દિલીપ માવલંકર અને ડૉ.મહાવીર ગોલેચ્છાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલા વિશ્વના બે ટકા ટોચના વૈજ્ઞાનિકોની યાદીમાં પ્રોફેસર દિલીપ માવલંકર અને ડૉ.મહાવીર ગોલેચ્છાને સ્થાન મળ્યું છે. બંને સંશોધકોને પબ્લિક હેલ્થ અને હેલ્થ સાયન્સના ક્ષેત્રમાં સ્થાન મળ્યું છે. વિશ્વના ટોચના 2% વૈજ્ઞાનિકોમાં ગુજરાતના બન્ને વૈજ્ઞાનિકોનો સમાવેશ થયો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
દર વર્ષે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિશ્વભરના ટોચના બે ટકા સંશોધકો માટે તેમના સંશોધન પ્રકાશનોના આધારે પસંદગી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિશ્વના ટોચના 2 ટકા વૈજ્ઞાનિકોની યાદી જાહેર કરી દેવામાં આવી છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા સ્ટાન્ડડૉઈઝડ સિટેશન ઈન્ડિકેટર્સની આધારે તૈયાર કરવામાં આવેલા વૈજ્ઞાનિકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર ગાંધીનગરની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના દિલીપ માવલંકર અને ડૉ.મહાવીર ગોલેચ્છા સ્થાન મળ્યું છે. પ્રોફેસર દિલીપ માવલંકરને રિસ્પેક્ટેડ ફિલ્ડમાં વિશ્વમાં 551મો રેન્ક મળ્યો છે. જ્યારે ડૉ.મહાવીર ગોલેચ્છાને મેડિકલ સાયન્સ ક્ષેત્રના વૈજ્ઞાનિકોમાં 351મો રેન્ક મળ્યો છે. દિલીપ માવલંકર ગાંધીનગર ખાતે આવેલી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના રિસર્ચર પ્રોફેસર છે. તેમના દ્વારા પર્યાવરણીય જાહેર આરોગ્ય અને જાહેર આરોગ્ય વ્યવસ્થાપનના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે. તેઓ ગુજરાત સરકારની ઉચ્ચસ્તરીય કોવિડ-19 સમિતિના સભ્ય સચિવ પણ છે. તેઓએ અમદાવાદ અને જ્હોન હોપકિન્સ, યુએસએથી અભ્યાસ કર્યો છે. ડૉ.મહાવીર ગોલેચ્છાએ અલ્ઝાઈમર રોગ અને એપીલેપ્સી પરના ટોચના સંશોધન દ્વારા તબીબી વિજ્ઞાનના ક્ષેત્રમાં નોંધપાત્ર યાગદાન આપ્યું છે. તેઓ હાલ ભારત સરકારના આબોહવા પરિવર્તન અને આરોગ્ય પરના પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ કેન્દ્ર સરકારના સામાન્ય સમીક્ષા મિશનના સભ્ય છે, સાથે જ તેઓએ રાજ્ય સરકારના સંયુક્ત સમીક્ષા મિશનના પણ સભ્ય છે. તેઓએ એમ્સ દિલ્હી અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ અને લંડન સ્કૂલ ઓફ હાઈજીનમાંથી અભ્યાસ કરેલો છે. આ સિદ્ધિ બદલ આ બંને સંશોધકોને અભિનંદન પાઠવવમાં આવ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
