- ભાજપના મહિલા સભ્યો તેમજ વિપક્ષના મહિલા સભ્યોનું પણ સૂચક મૌન મનપા પછી જિલ્લા પંચાયતમાં પણ મહિલા સભ્યોનું જિલ્લાના રાજકારણમાં ચર્ચાનો મુદ્દો
- ઠરાવનું વાંચન પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલે કર્યું હતું
ગાંધીનગર, ગુરુવાર
ગાંધીનગર જિલ્લા પંચાયત આજે મળેલ સામાન્ય સભામાં ચંદ્રયાન ત્રણની સફળતા માટે તેમજ મહિલા આરક્ષણ બિલ જે લોકસભા રાજ્યસભામાં પસાર થતા વડાપ્રધાનને અભિનંદન આપતો ઠરાવ રજુ કરાયો હતો. ઠરાવનું વાંચન પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલે કર્યું હતું જોકે આ પ્રસ્તાવ પર ભાજપ કે વિપક્ષના મહિલા સભ્યોએ મૌન સેવ્યુ હતું. મનપાની સામાન્ય સભામાં પણ મહિલા નગરસેવિકાઓ એ મૌન સેવ્યુ હતું તેવી જ રીતે આ બેઠકમાં પણ મહિલા સભ્યોએ મૌન રાખ્યું હતું.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર