- પાલિકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ સહિત ખાસ હાજર રહ્યા
- જાહેર સ્થળો સફાઈ કર્યા બાદ નાગરિકોએ પણ ગંદકી ન કરવી જોઈએ તોજ આ અભિયાન અસરકારક નિવડશે
દહેગામ, રવિવાર
બે માસની સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૫ રેલ્વે સ્ટેશન, ૧૪ પ્રવાસન સ્થળ, અને ૧૬૬ સામૂહિક શૌચાલયની સફાઇ કરવામાં આવનાર છે. આ અભિયાન થકી નાગરિકોને એક સંદેશ આપવાની વાત છે. કારણ કે જાહેરમાં આમતેમ કચરો નાખવાની આદત ધરાવતા આવા નાગરિકો નહીં બદલાય ત્યાં સુધી આ અભિયાનનો કોઈ મતલબ રહેવાનો નથી. માટે તંત્ર અને રાજકીય નેતાઓ ઘ્વારા કરવામાં આવતા આવા અભિયાનને જોયા બાદ નાગરિકો પણ પોતાની આદત બદલવાની જરુર છે.