District

રાજ્યના છેવાડાના માનવી સમ્માનભેર જિંદગી જીવે એ જ સરકારની નેમ છે : સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા
 

- ગાંધીનગર ખાતે ઉત્તર અને મધ્ય ગુજરાતના નવ જિલ્લાના લાભાર્થીઓને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં લોન/સહાય અપાઈ
- જુદી જુદી યોજનાઓના કુલ ૪,૬૧,૪૫૯ લાભાર્થીઓને રૂ. ૨૨૪.૭૧ કરોડની લોન સહાય તેમજ અનુસૂચિત જાતિ નિગમના સીધા ધિરાણના ૯૪૧ લાભાર્થીઓનો ડ્રો કરી સહાય ચૂકવવામાં આવી

 

ગાંધીનગર, શનિવાર

  ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી  ભાનુબેન બાબરિયાએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના ખાતાના વડા તથા નિગમોના જુદી-જુદી યોજનાઓના લાભાર્થીઓના લોન/સહાય વિતરણ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે કે રાજ્યના છેવાડાના માનવી સમ્માનભેર જિંદગી જીવે એ જ સરકારની નેમ રહી છે. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણના મૂલ્યોને આત્મસાત કરીને જન જનનો વિકાસ કર્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કર્મઠ નેતૃત્વમાં રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળા દ્વારા જરૂરતમંદોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ કામગીરી કરી છે.  ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

 આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ ડીબીટી યોજના મારફતે સીધો જ બેંક ખાતામાં જમા થાય છે. ઉપરાંત લાભાર્થીઓને પારદર્શિતા સાથે યોજનાના લાભ મળી રહે તે માટે કોમ્પ્યુટરાઈઝડ ડ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે તેમણે દિવ્યાંગજનોના ઉત્થાન માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજનાઓની માહિતી આપી જરૂરતમંદ વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યુ હતું કે, સરકાર છેવાડાના લોકો સુધી વિકાસ યોજનાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. લોકો સન્માનથી જીવી શકે અને તેઓને આર્થિક પગભર થવા માટે સહાયરૂપ બનવા સરકાર હંમેશા તત્પર છે.
 
  ગાંધીનગર આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના ખાતાના વડા તથા નિગમોના જુદી-જુદી યોજનાઓના લાભાર્થીઓનો લોન/સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અમદાવાદ ઝોનના ઉત્તર અને મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ એમ કુલ નવ જિલ્લાના જુદી જુદી યોજનાઓના કુલ ૪,૬૧,૪૫૯ લાભાર્થીઓને રૂ. ૨૨૪.૭૧ કરોડની લોન સહાય તેમજ અનુસૂચિત જાતિ નિગમના સીધા ધિરાણના ૯૪૧ લાભાર્થીઓનો ડ્રો કરી ડિજિટલી સહાય ચૂકવવામાં આવી હતી.

  કાર્યક્રમમાં સરકારની જુદી જુદી યોજનાઓ જેવી કે, કુંવરબાઇનું મામેરૂ યોજના, સાતફેરા સમુહ લગ્ન સહાય, ર્ડા.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન પ્રોત્સાહક યોજના, વિદેશ ઉચ્ચ અભ્યાસ અર્થે લોન, આવાસ યોજના તથા વિવિધ નિગમોની સીધાધિરાણ યોજના તેમજ સ્વરોજગાર લક્ષી લોન યોજના હેઠળ અનુસૂચિત જાતિના-૧૨૩૯ લાભાર્થીઓને રૂ.૫.૨૮ કરોડ, વિકસતી જાતિના-૪૬૮૯ લાભાર્થીઓને રૂ.૩૯.૭૮ કરોડની સહાય કરવામાં આવી હતી. આ ઉપરાંત સમાજ સુરક્ષા હેઠળની દિવ્યાંગ લગ્ન સહાય, સંત સુરદાસ, નેશનલ ડિસેબિલીટી પેન્શન, દિવ્યાંગોને એસ.ટી.માં મફત મુસાફરી, મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય, પાલક માતા-પિતા, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શનના લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા. આ સિવાય નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળના ૪,૫૫,૫૩૧ લાભાર્થીઓના રૂ.૧૭૯.૬૩ કરોડ એમ મળીને કુલ રૂ.૨૨૪ કરોડથી વધુની સહાય કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મંત્રીશ્રીના તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રતિકાત્મક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

  આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણા, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, ગાંધીનગરના કલેકટર હિતેશ કોયા, વિકસતી જાતિ કલ્યાણના નિયામક વિક્રમસિંહ જાદવ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડીયા, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના એમડી પ્રકાશ સોલંકી, અનુસૂચિત જાતિ કલ્યાણના નિયામક રચિત રાજ તેમજ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

રાજ્યના છેવાડાના માનવી સમ્માનભેર જિંદગી જીવે એ જ સરકારની નેમ છે : સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા