District

રાજ્ય સરકાર દિવાળી પહેલા 3437 તલાટી, 1181 ક્લાર્કને નિમણૂંક આપશે  

રાજ્ય સરકાર દિવાળી પહેલા 3437 તલાટી, 1181 ક્લાર્કને નિમણૂંક આપશે  

- સરકાર ગાંધીનગર અથવા અમદાવાદમાં રાજય કક્ષાનો કાર્યક્રમ યોજી ઉર્તિણ ઉમેદવારોને નિમણુક પત્ર આપી શકે 
- નવી નિમણુકોથી ગ્રામીણ ક્ષેત્રે તલાટી અને કારકૂનને લગતી કામગીરીમાં વેગ આવશે

ગાંધીનગર, બુધવાર 

  રાજ્ય સરકાર દિવાળી પહેલા 3437 તલાટી 1181 ક્લાર્કને નિમણૂંક આપશે. રાજયના પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને ટૂંક સમયમાં નિમણૂક મળી જશે. સરકાર ગાંધીનગર અથવા અમદાવાદમાં રાજય કક્ષાનો કાર્યક્રમ યોજી ઉર્તિણ ઉમેદવારોને નિમણુક પત્ર આપી શકે છે. આ કાર્યક્રમ દિવાળી પહેલા જ થઇ જાય તેવા પ્રયાસો છે. નવી નિમણુકોથી ગ્રામીણ ક્ષેત્રે તલાટી અને કારકૂનને લગતી કામગીરીમાં વેગ આવશે. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સરળતા રહેશે.

  રાજયમાં 3437 તલાટી કમ મંત્રી અને 1181 જુનીયર કલાર્કની જગ્‍યા ભરવા માટે સ્‍પર્ધાત્‍મક પરીક્ષા લેવામાં આવેલ. જેમાં લાખો ઉમેદવારો હતાં. ગુણવતાના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. પંચાયત વિભાગે મુખ્યમંત્રીના દિશા-નિર્દેશનોને પગલે ભરતી પ્રક્રિયા કેલેન્ડર વધુ સુગ્રથિત બનાવ્યું છે. આ કેલેન્‍ડર મુજબ દિવાળી પહેલા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી કમ મંત્રી સંવર્ગની 3437 જગ્યાઓની સીધી ભરતી માટે ફાઇનલ લિસ્ટમાં પસંદગી પામેલા ઉમેદવારોની, જુનિયર ક્લાર્ક સંવર્ગની 1181 જગ્યાઓની સીધી ભરતી માટે ફાઇનલ લિસ્ટમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંક આપી દેવાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આ નિર્ણયને પરિણામે પંચાયત સંવર્ગમાં જરૂરી માનવ બળની ઉપલબ્ધિ વધુ સરળ અને સમયસરની બનશે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

     

રાજ્ય સરકાર દિવાળી પહેલા 3437 તલાટી, 1181 ક્લાર્કને નિમણૂંક આપશે