District

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં આરોગ્યની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં આરોગ્યની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી

- રાજ્યમાં આરોગ્ય શિક્ષણ તેમજ આરોગ્ય વિષયક જનજાગૃતિ અભિયાન શરૂ કરવા માટે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું

ગાંધીનગર, બુધવાર 

   રાજ્યમાં હાર્ટ એટેકના વધતા જતા કેસ તેમજ નવરાત્રી પર્વ દરમિયાન ઊભી કરવામાં આવનાર આરોગ્ય સેવાની વ્યવસ્થાઓ અંગે આજે એક ખાસ સમીક્ષા બેઠક આરોગ્ય મંત્રીએ કરી હતી.

  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગના અધિકારીઓને તબીબો સાથે યોજાયેલી આ બેઠકમાં પાણીજન્ય રોગચાળો વાહક જન્ય રોગચારો તેમજ બિનચેપી રોગોની સ્થિતિ અંગે વિશેષ સમીક્ષા કરી હતી.આ ઉપરાંત વાહક જન્ય રોગચારાથી થયેલા મોત તેમજ હાર્ટ એટેકથી થયેલા મોતની બનેલી ઘટનાઓ અંગે વિગતવાર સમીક્ષા કરી હતી.રાજ્યમાં આરોગ્ય શિક્ષણ તેમજ આરોગ્ય વિષયક જનજાગૃતિ અભિયાન શરૂ કરવા માટે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં આરોગ્યની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી