District

ગાંધીનગરના ચિલોડા મોટા ગ્રામ પંચાયત કચેરી બાજુમાં આવેલ વાડીમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાયો 
 

- મહાનુભાવોનું સ્વાગત સાથે તથા કિશોરીઓ દ્વારા પુષ્પગુચ્છ ઉષ્માભરું સ્વાગત કરાયું
- બેટી બચાવો, બેટી પઢાવો યોજનાની વિસ્તૃત સમજ આપવામાં આવી 

ગાંધીનગર, શુક્રવાર 

    આજે ગાંધીનગર તાલુકાના ચિલોડા મોટા ગ્રામ પંચાયત કચેરી ની બાજુમાં આવેલ વાડીમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે સશક્ત દીકરી સુપોષિત ગુજરાતની થીમ આધારિત કિશોરી મેળાનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના શરૂ કરવામાં આવી છે.  

    આ કાર્યક્રમમાં કિશોરીઓને આરોગ્ય લક્ષી જાણકારી આપવામાં આવી સૌપ્રથમ મહાનુભાવોનું સ્વાગત પ્રોગ્રામ ઓફિસર પારુલબેન નાયક મહિલા અને બાળ અધિકારી જીગરભાઈ દ્વારા મહાનુભાવોનું સ્વાગત સાથે તથા કિશોરીઓ દ્વારા પુષ્પગુચ્છ ઉષ્માભરું સ્વાગત કરવામાં આવ્યું હતું. આઈ સી બી એસ અંતર્ગત પૂર્ણા યોજનાની વિસ્તૃત માહિતી કિંજલબેનએ આપી હતી. મહિલા કલ્યાણ પુસ્તક કાર્યરત બેટી બચાવો, બેટી પઢાવો યોજનાની વિસ્તૃત સમજ મહિલા બાળ અધિકારી કચેરી ગાંધીનગરના અશ્વિનભાઈએ આપી હતી. કિશોરીઓના આરોગ્ય ઉપસ્થિત પોષણ વિવિધ આરોગ્ય લક્ષી યોજનાની માહિતી પગલા અંગે એમ પી એસ ડબલ્યુ પ્રફુલભાઈ પટેલે સમજ આપી હતી. 

    શિક્ષણમાં પૂર્ણ પ્રવેશ અંગે તેમજ ઓપન સ્કુલ સિસ્ટમ અંગે ચિલોડા પ્રાથમિક શાળાના આચાર્ય હર્ષદભાઈ પટેલે વિસ્તૃત માહિતી આપી હતી, જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર નાપીએલવી જય રામભાઈ સોની એડવોકેટ કૌશિકભાઈ અંજારિયા તેમજ પીએલવી નટુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જયરામભાઈ સોનીએ મફત કાનૂની સહાય તથા બાળમજૂરી બાળ લગ્ન પોસ્કો એક્ટ ચાઈલ્ડ પોટેકશન કિશોરીઓને ઉદાહરણ સહિત સમજ આપી હતી. બેંક લીડ ના ઓફિસર રમેશ ભાઇ પરમાર દ્વારા બેંકમાં બેંકમાં ખાતું કેવી રીતે ખોલાવવું તેમજ કિશોરીઓને લગતી બેન્ક યોજનાઓ અંગે માહિતી આપી હતી. 181 અભિયમ ટીમના કાઉન્સિલર ભાવનાબેન પરમાર 181 ટીમ દ્વારા મહીલા રક્ષા સલામતી રક્ષણ અને સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

    આ મેળામાં ચાર્મી ચૌહાણ દ્વારા કિશોરીઓને સ્વ બચાવ રક્ષણ અંગેની ટ્રીપ્સનું ડેમોટેશન સાથે સમજૂતી આપી હતી. આ કિશોરી મેળામાં આંગણવાડી બહેનો તરફથી વાનગી હરીફાઈ મિલેટ્સ આરોગ્ય લક્ષી કાનુની બેંકલીડ અન્ય પ્રદર્શન સ્ટોલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કિશોરીઓ અને બહેનો તેમજ ગામના અગ્રણી યુવા આગેવાન જય મીન ભાઈ પટેલ તેમજ અન્ય અધિકારીઓ આશાવર્કર આંગણવાડી બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમમાં અભિવૃદ્ધિ કરી હતી. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગાંધીનગરના ચિલોડા મોટા ગ્રામ પંચાયત કચેરી બાજુમાં આવેલ વાડીમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાયો