District

સચિવાલયના દરવાજા આખરે સવારે સાંજે છુટતી વખતે એક કલાક ખુલા રહેશે

સચિવાલયના દરવાજા આખરે સવારે સાંજે છુટતી વખતે એક કલાક ખુલા રહેશે

- કર્મચારીઓની હાજરીનું અસરકારક મોનિટરિંગ કરાશે

ગાંધીનગર, સોમવાર 

  સચિવાલયના કર્મચારીઓને સચિવાલયમાં પ્રવેશ મેળવવા માટે ખૂબ લાંબુ ચક્કર કાપવું પડતું હતું આ ચક્કરના પરિણામે કર્મચારીઓ કચેરીમાં મોડા પહોંચતા હોવાનું સરકારના ધ્યાન ઉપર આવ્યું હતુ. સરકારના કર્મચારી મહામંડળ દ્વારા આ મામલે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે આવું ચક્કર કાપવાના પરિણામે કર્મચારીઓ મોડા પડી રહ્યા છે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે અસરકારક રીતે કર્મચારીની હાજરીનું મોનિટરિંગ કરવા માટે દરવાજા પણ ખોલવાનો નિર્ણય કર્યો છે.

 પાટનગરના હાર્દ સમા સચિવાલયના દરવાજા ખોલવા માટે સરકારે એક મહત્વનું નિર્ણય કર્યો છે.જેમાં ગેટ નંબર સાત ઉપરથી જ સચિવાલય સંકુલમાં ફરજ બજાવતા કર્મચારી અને અધિકારીઓને ઓળખકાર્ડ ના આધારે સવારે 10 થી 11 દરમિયાન પ્રવેશ આપવામાં આવશે આ ઉપરાંત ગેટ નંબર એક તથા ચાર બહાર નીકળવા માટે જે હાલની સ્થિતિ છે તે યથાવત ચાલુ રાખવામાં આવી છે સાંજના સમયે 5: 45 થી 6:45 દરમ્યાન ગેટ નંબર સાત ઉપરથી પણ બહાર નીકળી શકાશે.ગુજરાત સરકારના રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આ મામલે અવારનવાર રજૂઆત કરી હતી જેને ધ્યાનમાં રાખીને રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આ દરવાજા ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ દરવાજા બંધ રહેવાના કારણે કર્મચારીઓ અને અધિકારીઓને ખૂબ જ લાંબો ચક્કર કાપવું પડતું હતું જે હવે કાપવું પડશે નહીં.આ ઉપરાંત કર્મચારીઓને હવે ઓફિસમાં સમયસર હાજર થવાનું રહેશે એટલું જ નહીં પરંતુ એમની હાજરી નો મોનિટરિંગ અસરકારક રીતે કરવામાં આવશે તેમ સરકારના હુકમમાં જણાવાયું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

સચિવાલયના દરવાજા આખરે સવારે સાંજે છુટતી વખતે એક કલાક ખુલા રહેશે