District

બાળકીને 35 થપ્પડ મારતા આ ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા, હવે વિદ્યાર્થિઓને માર માર્યો તો શાળાની માન્યતા થઈ શકે છે રદ

બાળકીને 35 થપ્પડ મારતા આ ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા, હવે વિદ્યાર્થિઓને માર માર્યો તો શાળાની માન્યતા થઈ શકે છે રદ

- RTEની જોગવાઇ મુજબ શાળામાં બાળકોને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે
- વારંવાર આ નિયમનું ઉલ્લંઘન કરનાર સંસ્થાની માન્યતા રદ થઇ શકે છે

સુરત, ગુરુવાર 

  સુરતની શાળામાં શિક્ષિકાની ક્રૂરતાની ઘટના સામે આવી છે. અહીં શિક્ષિકાએ બાળકીને એક નહિ પરંતુ 35 થપ્પડ મારતા ઢોર માર મારતા સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોમાં રોષ છે. ત્યારે આ ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. હાલમાં સમગ્ર રાજ્યમાં આરોપી શિક્ષીકા સામે રોષ જોવા મળી રહ્યો છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

  સુરતમાં શિક્ષિકાનો એવો ક્રૂર ચહેરો સામે આવ્યો છે કે ધટનાને લઇને વાલીમાં આક્રોશ છે. અહીં સુરતની સાધના નિકેતનમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શિક્ષિકા દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. શિક્ષિકાએ એક નહિ બે નહિ પરંતુ 35 થપ્પડ માસૂમ બાળકીને લગાવી દીધા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. મામલો ઉગ્ર બનતા શાળાના વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષાના વધતા જતા બનાવોને પગલે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરવી પડી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આ મામલે પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, રાઇટ ટુ એજ્યુકેશનના નિયમો મુજબ કામ કરવા સુચના આપવામાં આવી છે. RTEની જોગવાઇ મુજબ શાળામાં બાળકોને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જે કોઇ તેનું ઉલ્લંઘન કરે તેની સામે શિસ્ત ભંગના પગલા લેવાશે. એટલું જ નહિ શૈક્ષણિક સંસ્થાઓ સામે પણ કડક કાર્યવાહી કરાશે. અધિનિયમની જોગવાઇ મુજબ આવા પ્રથમ કિસ્સામાં 10 હજાર અને ત્યાર પછીના દરેક કિસ્સા દિઠ 25 હજારનો દંડ ફટકારવામાં આવશે. દંડ નહિ ભરનાર અને વારંવાર આ નિયમનું ઉલ્લંઘન કરનાર સંસ્થાની માન્યતા રદ થઇ શકે છે. સુરતની સાધના નિકેતન શાળાની શિક્ષિકાએ ક્રૂરતાની હદ વટાવી દેતા જુનિયર કેજીની માસૂમને એક નહિ બે નહિ 35 થપ્પડ મારીને ઢોરમાર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે માતાએ બાળકીનો યુનિફોર્મ ચેન્જ કરતા તેમની પીઠ પર ઇજાના નિશાન જોયા. ઘટના બાદ પોલીસ ફરિયાદ થતાં આખરે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો