District

પાટનગરમાં લૂંટની ઘટનાથી ચકચાર : અઢી લાખની લૂંટ બાદ પોલીસ દોડતી થઈ 

પાટનગરમાં લૂંટની ઘટનાથી ચકચાર : અઢી લાખની લૂંટ બાદ પોલીસ દોડતી થઈ 

- બાઈક ઉપર આવેલા ઈસમોએ વેપારી ઉપર‌ બ્લેડથી હુમલો કર્યો

- ઈન્ફોસિટી પોલીસ દ્વારા અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી

ગાંધીનગર, ગુરૂવાર

  ગાંધીનગરના ભાઈજીપુરા નજીક  બાઈક ઉપર આવેલા અજાણ્યા ઈસમોએ વેપારીની કારને આંતરી , વેપારી ઉપર બ્લેડથી હુમલો કરી,  2.53 લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા વેપારીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ મામલે ઇન્ફોસિટી પોલીસ દ્વારા અજાણ્યા લૂંટારુંઓ સામે ગુનો નોંધીને તેમની શોધ કોણે હાથ કરવામાં આવી છે.  ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

  ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટી પાસે રહેતા કમલેશભાઈ ભીખાભાઈ પટેલ કુડાસણમાં રહે છે અને યશ્વી એન્ટરપ્રાઇઝના નામે સાબુ સહિતની વસ્તુઓનો વેપાર કરે છે. ગતરોજ કમલેશભાઈ તેમની ઇકો વાન લઈને પોતાના ધંધાના કામ માટે અમદાવાદના દાણીલીમડા ખાતે ગયા હતા. જ્યાંથી તેઓએ ઇલ્યાસભાઈ પાસેથી ઉઘરાણીના રૂપિયા 2 લાખ 18 હજાર લઈ એક પ્લાસ્ટિકની થેલીમાં મૂકી એ થેલી ડીકીમાં મૂકી હતી. બાદમાં તેઓ ઇન્દિરા બ્રિજ થઈ કોબા સર્કલ અને પીડીપીયુ ભાઈજીપુરા ચાર રસ્તે આવ્યા હતા. રાત્રિના સમયે વાહનોની અવરજવર વચ્ચે એક બાઈક સવારે કુડાસણ પાટિયા નજીક કારને આંતરીને કાર ઉભી રખાવી હતી. બાદમાં એક ઈસમ કાર પાસે આવ્યો હતો અને દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા કમલેશભાઈએ આવું કરવાનું કારણ પૂછતા લૂંટારું ઉશ્કેરાઈ ગયો હતો અને તકરાર કરી હતી‌. આ દરમિયાન ઝપાઝપી થતા એક લૂંટારુએ કમલેશભાઈને ગળાના ભાગે બ્લેડના ઘા ઝીંકી દીધા હતા. કમલેશભાઈ પર હુમલો કર્યા બાદ આ ઈસમો તેમની કારમાંથી ઉઘરાણીના અને અન્ય રોકડ મળી કુલ રૂપિયા 2.53 લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ગવાયેલા કમલેશભાઈએ બૂમાબૂમ કરતા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે વધુ લોહી વહી ગયું હોવાથી કમલેશભાઈ બેભાન થઈ ગયા હતા. આ દરમિયાન કમલેશભાઈને ગાડીમાં લોહી લુહાણ હાલતમાં જોઈને તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લોકોએ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે ઇન્ફોસિટી પોલીસમાં થશે અજાણ્યા લૂંટારુંઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો