District

ગાંધીનગરમાં આવી ચઢેલા નવસારીના યુવાનનો પોલીસે પરિવાર સાથે ભેટો કરાવીને બજાવી ઉત્તમ ફરજ

ગાંધીનગરમાં આવી ચઢેલા નવસારીના યુવાનનો પોલીસે પરિવાર સાથે ભેટો કરાવીને બજાવી ઉત્તમ ફરજ

- ગાંધીનગરમાં  સેક્ટર -૭ પોલીસે માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ દર્શાવ્યું

- સુખદ મિલન બાદ પરિવારજનોના હર્ષાશ્રુ વહેતા પોલીસનું હૈયું પણ ભરાઈ આવ્યું

ગાંધીનગર, સોમવાર

  ગાંધીનગરના મહાત્મા મંદિર માર્ગ ઉપર મધરાતે મળી આવેલા અજાણ્યા યુવાનની ઓળખ કરીને, નવસારી ખાતે રહેતા તેના પરિવાર સાથે મિલન કરાવવામાં ગાંધીનગરની સેક્ટર - ૭ પોલીસે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સંવેદનાસભર ઘટનાક્રમની વિગત એવી છે કે, સેક્ટર -૭ પોલીસની પીસીઆર વાન નંબર -૩ શનિવારે રાત્રે પોતાની ફરજના ભાગરૂપે ખ- માર્ગ ઉપર ફરી રહી હતી એ દરમિયાન પીસીઆરના સ્ટાફને એક શંકાસ્પદ ઈસમ નજરે ચડતા તેની પૂછપરછ હાથ ધરી હતી. જો કે આ શંકાસ્પદ યુવાન સંતોષકારક જવાબ આપી નહીં શકતા તેને PCR માં બેસાડીને, આસપાસના વિસ્તારમાં ફેરવીને તેનું સરનામું જાણવા પ્રયાસ કરાયો હતો. આ યુવાનને ગુજરાતી ભાષા પણ આવડતી નહિ હોવાથી PCR સ્ટાફનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. અંતે કોન્સ્ટેબલ વિક્રમભાઈ ડાહ્યાજી (બ. નં.૧૭૩૫) અને સૌરભભાઇ કિરીટભાઈ (બ. નં.૪૨૭) આ યુવાનને પોલીસ મથક લઇ આવ્યા હતા.

  અહિં PSO પ્રવીણસિંહ જીલુસિંહ દ્વારા તેનો ફોન નંબર મેળવીને મોબાઈલ નંબર ઉપર ફોન કરતા તે નંબર નવસારીમાં રણક્યો હતો. નવસારીના ફોન ઉપાડનાર વ્યક્તિએ આ યુવાન તેનો આપ્તજન હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં દશેક દિવસ પહેલા ગુમ થયેલા આ યુવાનનું નામ અનિલ હોવાનું અને તે ગુમ થયા બાબતની ફરિયાદ નવસારી પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. આ યુવાન ગાંધીનગરમાં હોવાની જાણ થતા તેના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. અનિલનો પરિવાર આવે ત્યાં સુધી દિવસ દરમિયાન સે. ૭ પોલીસે, આ સ્પેશ્યલ ગેસ્ટ માટે ભોજન સહિતની સેવા સુશ્રુશા કરી હતી. નવસારીમાં રહેતો અને મૂળ મધ્ય પ્રદેશનો પરિવાર તાત્કાલિકપણે નવસારીથી નીકળીને મોડી સાંજ સુધીમાં ગાંધીનગરના સેક્ટર -૭ પોલીસ મથક આવી પહોંચ્યો હતો. જ્યાં સેક્ટર -૭ પોલીસનો હૃદયપૂર્વક આભાર માનીને પોતાના વહાલસોયા અનિલનો કબજો પરિવારજનોએ લીધો હતો. પોતાનો પરિવારજન મળી આવતા, નવસારીના આ વાલીઓએ,  હર્ષાશ્રુથી વહી રહેલી આંખો સાથે, ગાંધીનગર પોલીસનો આભાર માન્યો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગાંધીનગરમાં આવી ચઢેલા નવસારીના યુવાનનો પોલીસે પરિવાર સાથે ભેટો કરાવીને બજાવી ઉત્તમ ફરજ