District

કઠલાલ નગરપાલિકાના ચીફ ઓફિસરની કારમાંથી તસ્કરો પર્સ ચોરી ગયા

કઠલાલ નગરપાલિકાના ચીફ ઓફિસરની કારમાંથી તસ્કરો પર્સ ચોરી ગયા

- ગાંધીનગરમાં રહેતા અને કઠલાલ શહેરમાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા મહિલાની કારમાં ચોરી

- કઠલાલ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી

કઠલાલ, શનિવાર

  ગાંધીનગરના કુડાસણ ખાતે રહેતા અને કઠલાલ નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીનું પર્સ તેમની કારમાંથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી જતા આ મામલે મહિલાએ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મહિલા ચીફ ઓફિસર સફાઈનું નિરીક્ષણ કરવા માટે કારમાંથી ઉતર્યા હતા, તે દરમિયાન તસ્કર કળા કરી ગયો હતો. 

  કઠલાલ નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા ઉર્મિલાબેન મનસુખભાઈ સુમેસરા ગતરોજ પોતાની કાર લઈને કઠલાલ ચોકડી ખાતે ગયા હતા અને ત્યાં સફાઈ કામગીરીનું સુપરવિઝન કરવા માટે બાલાસિનોર તરફથી આવતા રોડ પર મોબાઇલની દુકાન પાસે પોતાની કાર પાર્ક કરી હતી. કારની સીટ ઉપર પોતાનું પર્સ મૂકી સફાઈ નિરીક્ષણની કામગીરી જોવા ગયા હતા. આ સમયે કારને લોક કરી ન હતી. નિરીક્ષણ કર્યા બાદ તેઓ પરત આવ્યા ત્યારે પર્સની ચોરી થઈ હોવાનું માલુમ પડતાં તેઓએ આસપાસ તપાસ કરી હતી. પરંતુ પર્સ મળ્યું ન હતું. ઉર્મિલાબેનના પર્સમાં રોકડા રૂપિયા 3000, આધારકાર્ડ, ફોટોગ્રાફ્સ અને ચીફ ઓફિસરનો સિક્કો તેમજ રાઉન્ડ સીલ અને સ્માર્ટ વોચ સહિતની વસ્તુઓ હતી. આ બાબતે ચીફ ઓફિસર ઉર્મિલાબેને કઠલાલ પોલીસ મથકે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

કઠલાલ નગરપાલિકાના ચીફ ઓફિસરની કારમાંથી તસ્કરો પર્સ ચોરી ગયા